Charchapatra

આગળ વિકાસ, પાછળ વિનાશ!

દોઢસો, બસો, કદાચ તેથી પણ વધારે સમય પહેલાં ભારતમાં અંગ્રેજ સરકારે, તાપી રેલવે બ્રિજ નર્મદાબ્રિજ અને એવા અનેક પુલો જેના પરથી અનેક માલગાડી, પેસેન્જર ટ્રેન, દરરોજ પસાર થાય છે. તે હજી અકબંધ પૂરા સપોર્ટથી કામ આપે છે. પ્રજાના ઉપયોગ માટે લેવાતાં દરેક બિલ્ડીંગ વલસાડ, નવસારી, આણંદ રેલવે સ્ટેશનો ટકોરાબંધ છે. સમગ્ર ભારતમાં આવી જ પરિસ્થિતિ પુલ તૂટી પડવાથી આટલી મોટી જાનહાનિ જોઈ નથી. અને આજકાલ છાશવારે અકસ્માતો જે પુલનું ઉદઘાટન હજી બાલ્યાવસ્થામાં છે, તે દિવાળી જેવા તહેવારના દિવસોમાં ઝૂલતો પુલની આનંદ-મઝા લૂંટવા નીકળેલ પ્રવાસીઓને ભરખી ગયો! અત્યંત કરુણ ઘટના આગળ આગળ વિકાસ અને પાછળ વિનાશ.

શંકાની સોય નબળાં વપરાયેલ મટીરીયલ પર પણ અટકે છે. પૂર્વ ડે.સી.એમ. નીતિન પટેલે નિખાલસતાપૂર્વક કબૂલ્યું છે કે ‘‘મોરબી ઝૂલતા પુલની દુર્ઘટના માટે નૈતિક જવાબદારી અમારી સરકારની છે. ગુજરાતની પ્રજા ન્યાય માંગે છે. મોટી માછલી પકડવાને બદલે દંડાય છે નાની નાની માછલીઓ.પ્રાર્થના એટલી કે સત્ય બહાર આવે, ગુનેગારોને ખો ભૂલી જાય એવી સજા થાય. ગુનેગારો ભૂગર્ભમાં ઊતરી ગયાના સમાચાર બહાર આવ્યા છે.
સુરત     – કુમુદભાઈ બક્ષી દલાલ  આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

આદત સે મજબૂર
કોંગ્રેસમાં અધ્યક્ષપદ માટે ચૂંટણી થઈ અને મલ્લિકાર્જુન ખડગે નવા અધ્યક્ષ બન્યા. હવે ગાંધી કુટુંબ એ રીતે ચિત્રમાંથી બહાર છે, છતાં તા.૩૧ ઓકટોબર ૨૦૨૨ નાં વર્તમાનપત્રોમાં પ્રકાશિત થયેલા સમાચાર પ્રમાણે જો કોંગ્રેસ ગુજરાતમાં સત્તા પર આવશે તો જૂની પેન્શન યોજના અમલમાં લાવશે અને નોકરીમાંથી કોન્ટ્રેક પધ્ધતિ નાબૂદ કરશે તેવું વચન રાહુલ ગાંધીએ આપ્યું છે. હવે રાહુલ ગાંધી કોંગ્રેસમાં એક સામાન્ય સભ્ય છે એટલે આ પ્રકારની જાહેરાત કરવાની હોય તો અધ્યક્ષ શ્રી ખડગેએ કરવાની હોય નહીં કે રાહુલ ગાંધીએ. પરંતુ આદતસે મજબૂર. કોંગ્રેસમાં અધ્યક્ષપદ માટે ચૂંટણી થઈ છે અને નવા અધ્યક્ષ ખડગે બન્યા છે તે વાત રાહુલ ગાંધીના દિમાગમાં ઉતરતાં વાર લાગશે. ક્યાં તો ચૂંટણી કરાવવી પડે એટલે કરાવી બાકી સંચાલન તો પડદા પાછળથી ગાંધી કુટુંબ જ કરશે એવો આભાસ જે બની રહ્યું છે તેને લીધે થયા વગર રહેતો નથી.
સુરત     – સુરેન્દ્ર દલાલ  આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top