Dakshin Gujarat

ડાંગનાં શામગહાન નજીક બે બાઇક અથડાતા એકનું મોત

સાપુતારા: (Saputara) શુક્રવારે રાત્રીનાં અરસામાં સાપુતારાથી આહવાને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં (National Highway) શામગહાન ચોકડી નજીકનાં ઉતરાણવાળા માર્ગમાં આહવાની મોટરસાયકલ (Motorcycle) નં. જી.જે.05.એફ.જી.6415નાં ચાલકે મોટરસાયકલ ન.જી. જે.21.આર.5317ને પાછળથી ભટકાવતા અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં મોટરસાઇકલ નં. જી.જે.21.આર.5317 પર સવાર આહવાનાં યુવાનો કૌશિક ગાયકવાડનાં માથા, પગ તથા જમણા હાથમાં ગંભીર ઈજાઓ પહોચી હતી. જ્યારે તેમની સાથે સવાર પ્રદીપ કામડી તથા અન્ય મોટરસાયકલ ચાલકને પણ ઈજાઓ પહોચતા તમામને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવારનાં અર્થે શામગહાન સી.એચ.સીમાં ખસેડાયા હતા. જ્યાં આ તમામની હાલત નાજુક જણાતા વધુ સારવારનાં અર્થે આહવા સિવિલ હોસ્પિટલમાં રિફર કરાયા હતા. આ ત્રણેય ઇજાગ્રસ્તમાંથી કૌશિકભાઈ ગાયકવાડ (ઉ.29.રહે, આહવા આંબાપાડા)નું ગંભીર ઈજાઓનાં પગલે સારવાર દરમ્યાન મોત નીપજ્યુ હતુ. આ અકસ્માતનાં બનાવમાં બન્ને મોટરસાયકલને જંગી નુકસાન થયુ હતુ. આ બનાવ સંદર્ભે સાપુતારા પોલીસની ટીમે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પારડીમાં સ્કૂટર સાથેના અકસ્માતમાં રિક્ષા પલટી જતા ત્રણ પૈકી એક મુસાફરનું મોત
પારડી : પારડીના બાલાખાડી પાસે શનિવારે સવારે સ્કૂટર ચાલકે ઓટો રિક્ષાને અડફટે લેતા રીક્ષા પલટી મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં રિક્ષામાં સવાર ત્રણ મુસાફર દબાઈ જતા બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જો કે ત્રણ પૈકી એક મુસાફરનું મોત નીપજ્યું હતું.

  • સ્કૂટર ચાલકે ઓટો રિક્ષાને અડફટે લેતા રીક્ષા પલટી મારતા અકસ્માત સર્જાયો
  • રિક્ષામાં સવાર ત્રણ મુસાફર દબાઈ જતા બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડાયા

પારડી સ્ટેશન રોડ તરફ જતા બાલાખાડી બંદર રોડ પાસે રિક્ષાનો ચાલક ઈશ્વર મગન નાયકા (રહે.ઉમરસાડી દેસાઈવાડ) પારડીથી પેસેન્જર ભરી ઉમરસાડી જતો હતો. દરમિયાન બાલાખાડી પાસે સ્કૂટરનો ચાલક ભીખુ ભગવાન પટેલ (રહે.બાલાખાડી) સામે આવતા રિક્ષા સાથે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં રિક્ષામાં બેઠેલા પેસેન્જર ધીરુ મધુ હળપતિ (ઉવ.65 રહે. ઉમરસાડી)ને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચતા મોહન દયાળ હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય પેસેન્જર મીરાંબેન પટેલ અને નરોત્તમને નાની મોટી ઈજા પહોંચી હતી. સ્કૂટર ચાલક ભીખુ પટેલને પણ ગંભીર ઈજા પહોંચતા તેને મોહન દયાળ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો હતો. ઘટના અંગે રિક્ષા ચાલકે પારડી પોલીસ મથકે સ્કૂટર ચાલક ભીખુ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.

Most Popular

To Top