કોવિડ-૧૯ (Covid-19) એ નીચા તાપમાન અને ભેજ સાથે સંકળાયેલ એક ઋતુગત ચેપ (Seasonal Flu) છે, જે ઘણે અંશે સીઝનલ ઇન્ફ્લુએન્ઝા જેવો છે એવો એક ‘મજબૂત પુરાવો’ સંશોધકોએ શોધી કાઢ્યો છે.
આ અભ્યાસ, જે તાજેતરમાં નેચર કોમ્પ્યુટેશનલ સાયન્સ જર્નલમાં પ્રકાશિત થયો છે, તે એ સાર્સ કોવ-ટુ વાયરસ હવા મારફતે પણ નોંધપાત્ર રીતે ફેલાતો હોવાની વાતને સમર્થન આપે છે અને હવાની શુદ્ધતા માટેના પગલાઓ પર ધ્યાન આપવાની જરૂરિયાતને પણ ટેકો આપે છે. સ્પેનની બાર્સેલોનના ઇન્સ્ટિટ્યુટ ઓફ ગ્લોબલ હેલ્થની આગેવાની હેઠળ સંશોધકોની એક ટીમે એ વાત નોંધી હતી કે મહત્વનો પ્રશ્ન એ છે કે કોવિડ-૧૯ માટે કારણભૂત સાર્સ કોવ-ટુ વાયરસ (Virus) એ ઇન્ફ્લુએન્ઝાના વાયરસની જેમ એક સીઝનલ વાયરસ તરીકે વર્તે છે એ વર્તશે, અથવા તે વર્ષના કોઇ પણ સમયે એક સરખી રીતે સંક્રમિત થશે.
- સ્પેનના સંશોધકોની આગેવાની હેઠળ સંશોધકોની એક ટુકડીએ વિશ્વના ૧૬૨ દેશોમાં અભ્યાસ કર્યો: તાપમાન નીચું જવાની સાથે કોરોનાવાયરસના સંક્રમણમાં વધારો થતો હોવાનું જણાયું, ફ્લુની જેમ કોવિડ-૧૯ પણ સિઝનલ રોગની જેમ વર્તતો હોવાનું તારણ
એક પ્રથમ થિયરેટિકલ મોડેલિંગ અભ્યાસ એવુ સૂચવતો હતો કે કોવિડ-૧૯ના સંક્રમણમાં હવામાન એ પ્રેરક પરિબળ નથી, કારણ કે ઘણી મોટી સંખ્યામાં લોકો આ વાયસર સામે પ્રતિકાર શક્તિ ધરાવતા ન હતા, પણ કેટલાક નિરિક્ષણોએ સૂચવ્યું હતું કે ચીનમાં કોવિડ-૧૯ના રોગચાળાની શરૂઆત ૩૦ અને પ૦ અંશ રેખાંશ વચ્ચે થઇ હતી, જ્યાં ભેજનું પ્રમાણ ઓછું હતું અને તાપમાન પથી ૧૧ ડીગ્રી સેલ્સિયસ જેટલું નીચું હતું.
સંશોધકોએ પાંચ ખંડોના ૧૬૨ દેશોમાં સાર્સ કોવ-૨ના પ્રારંભિક તબક્કાના તાપમાન અને ભેજ સાથેના સંબંધનું વિશ્લેષણ કર્યું હતું. અને અભ્યાસમાં જણાયું હતું કે જેમ ભેજ અને તાપમાન નીચા ગયા કે આ વાયરસના કેસોના પ્રમાણમાં વધારો થયો હતો અને તાપમાન વધતા જ તેના પ્રમાણમાં ઘટાડો થયો હતો. આ માટે વિવિધ દેશોમાં આ રોગચાળાના વિવિધ મોજાઓનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.