Gujarat

રાજ્યમાં કોરોનાના નવા 12064 કેસ : 119નાં મોત

રાજ્યમાં કોરોનાના નવા કેસની સંખ્યા ધીમે ધીમે ઘટી રહી છે. શુક્રવારે નવા 12,064 કેસ નોંધાયા હતા. શુક્રવારે જાહેર થયેલા મૃત્યુમાં અમદાવાદ મનપામાં 17, સુરત મનપામાં 8, સુરત ગ્રામ્યમાં 4, વડોદરા મનપામાં 5, વડોદરા ગ્રામ્યમાં 4, રાજકોટ મનપામાં 7, રાજકોટ ગ્રામ્યમાં 5, જામનગર મનપામાં 8, ભાવનગર મનપા 5, ભાવનગર ગ્રામ્યમાં 6, જૂનાગઢ મનપા 4, જૂનાગઢ ગ્રામ્યમાં 3, કચ્છમાં 4, મહેસાણામાં 3, સહિત કુલ 119 દર્દીએ જીવ ગુમાવ્યા છે. બીજી તરફ શુક્રવારે 13,085 દર્દી સાજા થયા છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 5,03,497 દર્દી સાજા થયા છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન શુક્રવારે અમદાવાદ મનપામાં 3744, સુરત મનપામાં 903, વડોદરા મનપામાં 648, રાજકોટ મનપામાં 386, ભાવનગર મનપામાં 289, ગાંધીનગર મનપામાં 131, જામનગર મનપામાં 398 અને જૂનાગઢ મનપામાં 229 કેસ નોંધાયા છે. જ્યારે સુરત ગ્રામ્યમાં 306, જામનગર ગ્રામ્યમાં 328, વલસાડમાં 102, મહેસાણામાં 497, વડોદરા ગ્રામ્યમાં 390 નવા કેસ નોંધાયા છે.

રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યામાં 1,46,385 વેન્ટિલેટર ઉપર 775 અને 1,45,610 દર્દી સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 1,02,24,941 વ્યક્તિનું પ્રથમ ડોઝનું અને 29,89,975 વ્યક્તિના બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે. આમ કુલ 1,32,14,916 રસીકરણના ડોઝ આપવામાં આવ્યાં છે. શુક્રવારે 18થી 44 વર્ષ સુધીના 22,474 વ્યક્તિનું પ્રથમ ડોઝનું રસીકરણ કરાયું છે.

તેમજ 60 વર્ષથી વધુ વયના અને 45થી 60 વર્ષના કુલ 38,319 વ્યક્તિનું પ્રથમ ડોઝ અને 1,10,614 વ્યક્તિને બીજા ડોઝનું રસીકરણ કરાયું હતું. અત્યાર સુધી રાજ્યમાં એકપણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી.

Most Popular

To Top