Vadodara

જંગલની જમીનના કબ્જા મુદ્દે આપના ધારાસભ્ય ચૈતર વસાવા સામે ફરિયાદ

ભરૂચ: નર્મદા જિલ્લાના ડેડીયાપાડા પંથકની જંગલની જમીન પર અમુક મોટામાથાઓએ કબ્જો જમાવી લીધો છે.જમીનમાં ગેરકાયદે કબજો કરી ઉપયોગ કરવામાં આવતો હોવાનું તંત્રના ધ્યાને જતા વનવિભાગના સબંધિત અધિકારીઓ દોડી આવીને કામગીરી અટકાવી હતી.એ વેળા જમીન પર ખેડાણની બાબતમાં ત્યાં ડેડીયાપાડાના MLA ચૈતર વસાવા અને વનવિભાગના કર્મચારીઓ વચ્ચે રકઝક થતાં મામલો બિચક્યો હતો. જે મુદ્દે બીજા અન્ય લોકો સામે બોલાચાલી થતાં પોલીસ ફરિયાદ‌ સુધી ઘટના પહોંચી હતી.

સમગ્ર મામલામાં અમુક લોકોની ધરપકડ દેવામાં આવી છે.જેમા ખુદ ડેડીયાપાડાના MLA ચૈતર વસાવા વિરૂદ્ધ ગુનો દાખલ થતાં ભારે સળવળાટ મચી ગઇ હતી.આખા પ્રકરણમાં વન વિભાગ અધિકારીઓનો બનાવ બાદ નર્મદા પોલીસ વિભાગમાં ગુનો નોંધાતા પોલીસ કર્મી દોડતા થઈ ગયા છે.આ મામલે કલમ 386 હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે. વન વિભાગ નર્મદા દ્વારા નર્મદા પોલીસમાં ફરિયાદ નોંધપવામાં આવી છે.ચૈતર વસાવાના ધર્મપત્નીને પણ પોલીસે ધરપકડ કરી હોવાના સમાચાર મળ્યા છે.

સમગ્ર ઘટનાને પગલે દિવાળી પહેલા રાજકીય પ્રત્યાઘાતો શરૂ થઈ ગયા છે.જે બાબતે ફરીયાદ બાબતે નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલની પ્રતિક્રિયા જણાવ્યું હતું કે ધારાસભ્ય ચૈતર વસાવા સામે ફરિયાદ નોંધાઇ છે. જે નિંદનીય છે. હાલ ચૈતરભાઇ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. તેમને પોલીસને કાર્યવાહીમાં સહકાર આપવો જોઈએ.તેમનો મોબાઈલ પણ બંધ આવે છે અને હાલ પોલીસે ધારાસભ્યની શોધખોળ શરૂ કરી હોવાનો ઘનશ્યામ પટેલે દાવો કર્યો હતો. વધુમાં ચૈતર વસાવા માટે આગોતરા જમીન લેવા તેમના સાથીઓએ દોડધામ હાથ ધરી છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું કે, ચૈતર વસાવા ગુનાહિત માનસિકતા ધરાવે છે. ચૈતરભાઈ ધારાસભ્ય નહોતા ત્યારે પણ તે માથા ભારે હતા. અગાઉ તેમણે ઘણાં લોકોને માર્યા છે. પોલીસ અને સરકારે આવા તત્વો સામે કડક પગલાં લેવાની જરૂર છે. ખોટી રીતે વનખાતાની જમીન પચાવી ઉલટા ચોર કોટવાલ કો ડંડે જેવી હાલત છે.

ચૂંટણી પહેલા રાજકારણ શરૂ
આગામી લોકસભાની ચૂંટણીમાં ચૈતર વસાવાને આપ અથવા તો આપ અને કોંગ્રેસના સંયુક્ત ઉમેદવાર તરીકે જોવામાં આવી રહ્યા છે. જો ચૈતર ચૂંટણી લડે તો ચૂંટણી રસાકસીભરી બનવાની સંભાવના છે, કેમકે ચૈતર વસાવા આક્રમક્તાથી મુદ્દા ઉઠાવી રહ્યા છે. ચૈતરને ભીસ્મા લેવા રાજકીય કાવાદાવા શરૂ થયાની ચર્ચા જાગી છે.

Most Popular

To Top