Entertainment

આમિર ખાનની દીકરી ઇરા બનશે દુલ્હન, કોર્ટ મેરેજ બાદ મુંબઇમાં આ તારીખે થશે રિસેપ્શન

મુંબઇ: આમિર ખાનના (Amir Khan) ઘરમાં ખુશીનો માહોલ છે. આમિરની દીકરી ઇરા ખાન (Ira Khan) લગ્ન (Marriage) કરવા જઈ રહી છે. ઇરા તેના લાંબા સમયના બોયફ્રેન્ડ નુપુર શિખરે સાથે લગ્ન કરી રહી છે. ઇરા અને નુપુરના લગ્નના ફંક્શન શરૂ થઈ ગયા છે. ફંક્શનના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ રહ્યા છે. ઇરા આવતીકાલે 3 જાન્યુઆરીએ નૂપુરની દુલ્હન બનવાની છે. જેમાં લગભગ 900 મહેમાનો હાજરી આપશે.

મળતી માહિતી મુજબ ઇરા પહેલા કોર્ટ મેરેજ (Court Marriage) કરશે. ઇરા ખાનના લગ્નનું રિસેપ્શન પણ થશે. જેની તારીખ 13 જાન્યુઆરી હોવાનું કહેવાય છે અને સ્થળ Jio વર્લ્ડ સેન્ટર છે. તે જ સમયે લગ્ન સ્થળ બાંદ્રાના બેન્ડસ્ટેન્ડમાં આવેલું છે, જેની નજીકમાં સલમાન ખાન અને શાહરૂખ ખાનનું ઘર છે. હોટેલ તાજ લેન્ડ એન્ડમાં ઘણા સેલેબ્સના ફંક્શન થઈ ચૂક્યા છે. પ્રિયંકા ચોપરાનું રિસેપ્શન પણ આ જગ્યાએ થયું હતું.

ઇરા અને નુપુરના લગ્નના ફંક્શન શરૂ થઈ ગયા છે. નૂપુર મરાઠી છે તેથી તેના લગ્ન મહારાષ્ટ્રીયન રીતિ-રિવાજ મુજબ થઈ રહ્યા છે. આજે કપલનું હલ્દી ફંક્શન થયું. જેમાં કિરણ રાવ અને રીના દત્તા મહારાષ્ટ્રીયન સાડી પહેરીને પહોંચી હતી. તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

તમને જણાવી દઈએ કે ઇરા ખાન અને નુપુર શિખરેની સગાઈ વર્ષ 2022માં થઈ હતી. ઇરા અને નુપુરની સગાઈમાં પરિવાર અને કેટલાક ખાસ મિત્રોએ હાજરી આપી હતી. ઇરાએ સગાઈની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તેમાંથી કેટલીકમાં આમિર ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે તો કેટલીકમાં ઇરા અને નુપુર મસ્તી કરતા જોવા મળી રહ્યા છે.

Most Popular

To Top