Entertainment

ઈન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ એક્ટર જિતેન્દ્ર શાસ્ત્રીનું નિધન

મુંબઈ: ‘બ્લેક ફ્રાઈડે’થી લઈને ‘ઈન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ’ સુધીની ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા એક્ટર જીતેન્દ્ર શાસ્ત્રીનું નિધન (Actor Jitendra Shashtri Died) થયું છે. હિન્દી થિયેટર સર્કિટમાં જીતુ ભાઈ તરીકે ઓળખાતા જિતેન્દ્ર શાસ્ત્રી એક મજબૂત અભિનેતા હતા અને ઘણી ફિલ્મોમાં નાના પણ યાદગાર પાત્રો ભજવ્યા હતા. તેમના મૃત્યુનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.

તેમણે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (NSD)માંથી પાસ આઉટ થયા હતા અને થિયેટર જગતમાં ખૂબ જ પ્રખ્યાત હતા. જીતેન્દ્રએ ‘કૈદ-એ-હયાત’ અને ‘સુંદરી’ જેવા ઘણા મહાન નાટકોમાં કામ કર્યું. જીતેન્દ્રએ ‘બ્લેક ફ્રાઈડે’ ‘દૌર’ ‘લજ્જા’ ‘ચરસ’ જેવી બોલિવુડની (Bollywood) ઘણી ફિલ્મોમાં (Movie) કામ કર્યું છે. ફિલ્મોમાં તેમના મોટાભાગના પાત્રો બહુ લાંબા નહોતા, પરંતુ નાના પાત્રોમાં તેઓ પોતાની આગવી શૈલીમાં છાપ છોડી જતા હતા. તેમણે ‘ઈન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ’માં મહત્વની ભૂમિકા ભજવી હતી, તેણે 2019માં અર્જુન કપૂરની ફિલ્મ ‘ઈન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ’માં (India’s Most Wanted) મહત્વની ભૂમિકા ભજવી હતી . ફિલ્મમાં તેમનું પાત્ર નેપાળમાં બેઠેલા એક બાતમીદારનું હતું, જે ભારતના કુખ્યાત આતંકવાદીને પકડવામાં ટીમને મદદ કરે છે. ફિલ્મમાં તેના પાત્રના ખૂબ વખાણ થયા હતા.

સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિએશન (CINTAA) એ તેમના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી જિતેન્દ્ર શાસ્ત્રીના નિધન પર આશ્વાસનનો સંદેશ શેર કર્યો. જીતેન્દ્રની તસવીરની સાથે સિન્ટાએ લખ્યું, ‘વિલ મિસ યુ જીતેન્દ્ર શાસ્ત્રી.’ જીતેન્દ્રના સાથી કલાકાર, જાણીતા અભિનેતા સંજય મિશ્રાએ પણ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. સંજયે પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી જીતેન્દ્ર સાથેનો એક જૂનો વીડિયો શેર કર્યો છે જેમાં બંને પહાડી વિસ્તારમાં હિમવર્ષા વચ્ચે છે.

વીડિયો જોવા માટે અહીં ક્લીક કરો

વીડિયોની સાથે સંજયે લખ્યું, ‘જીતુ ભાઈ, જો તમે ત્યાં હોત તો તમે કંઈક એવું કહ્યું હોત – ‘મિસરા ક્યારેક એવું શું નથી થતું કે નામ મોબાઈલમાં રહે છે અને વ્યક્તિ નેટવર્કમાંથી બહાર થઈ જાય છે’. તમે હવે આ દુનિયામાં નથી, પરંતુ હંમેશા મારા હૃદય અને મગજના નેટવર્કમાં રહેશો. ઓમ શાંતિ.’ ‘ગંગાજલ’ અને ‘લગાન’ જેવી ફિલ્મોના અભિનેતા યશપાલ શર્માએ પણ સોશિયલ મીડિયા પર તેમના NSD જિતેન્દ્ર શાસ્ત્રીને શ્રદ્ધાંજલિ આપી હતી.

Most Popular

To Top