રામાયણ કથામા વાનર રાજ વાલીનું પાત્ર આવે છે. તે અતિ બળવાન હતો અને વાલીને એવું પણ વરદાન હતું કે તેની સાથે જે પણ કોઈ લડવા આવે તો પ્રથમ તો તેની અડધી શક્તિ વાલીમાં સમાઈ જતી. આ કારણે વાલી વધુ બળવાન બની જતો વાલી સાથે યુદ્ધ લડવા આવનારને વધુ બળવાન બનેલો વાલી આસાનીથી હરાવી દેતો હતો, કથા મુજબ વાલીએ રાક્ષસ રાજ લંકાપતિ રાવણને હરાવી છ મહિના કેદમાં રાખ્યો હતો, હાલ ભાજપ સરકાર લગભગ આવીજ સ્થિતિમાં છે ચૂંટણી પહેલા અને હવે આવતી ચૂંટણીમાં વિરોધ પક્ષના ઘણા કદાવર નેતાવો ભાજપમાં જોડાઈ ગયા છે અથવા જોડાઈ રહ્યા છે.
જેને કારણે ભાજપ વાલીની જેમ વધુ શક્તિશાળી બનતો જાય છે. આવનાર લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષે કરેલા કામો અને લીકપ્રિયતા જોતા ભાજપ ને હરાવવું હવે શક્ય નથી કારણ કે સામે કોઈ પ્રભાવશાળી કહેવાય તેવા નેતા કે મજબુત વિરોધ પક્ષ ન હોવાથી આવનાર ચૂંટણીમાં ભાજપ 400 થી વધુ સીટો પર ચૂંટાઈ આવે તેવી પુરેપુરી સભાવના છે અને અને ભાજપનો આ દાવો નકારી શકાય તેમ નથી
સુરત – વિજય તુઈવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
મેડિકલેઈમ : પ્રીમિયમમાં થયેલો ઉત્તરોત્તર વધારો
મધ્યમ વર્ગીય વ્યક્તિ જો કોઈ પણ કંપનીનો મેડિકલેઈમ ધરાવતી હોય તો અચાનક આવી પડેલી માંદગી અને ઉંમરના અમુક પડાવ પર ઊભી થતી ડૉક્ટરી સારવાર સામે રાહત મળે છે. પરંતુ આ લાભ લેવા માટે તેને નિયમિત પ્રીમિયમ ભરવા પડે છે. હાલ દરેક કંપનીએ (૧૮ ટકા GST ) આ દરોમાં પુષ્કળ વધારો કર્યો છે. જેથી મધ્યમ વર્ગીય વ્યક્તિને આ સારવાર લેવી દોહ્યલી બની છે.
બીજું ડૉક્ટરો દાખલ થતાં જ મેડિકલેઈમ છે એવું પૂછી તે મુજબ ચાર્જમાં વધારો કરે છે અને અમુક કંપનીઓ તો આ હૉસ્પિટલ અમારા લિસ્ટમાં નથી અથવા આ પ્રકારની ટ્રીટમેન્ટ કલેઈમને પાત્ર નથી એમ કહી કલેઈમ પાસ કરવામાં પણ ઠાગાઠૈયા કરે ત્યારે પેશન્ટની હાલત વધુ કફોડી બને છે. બીજું કે પ્રાઈવેટ હોસ્પિટલોએ રૂમના ચાર્જ અને ડૉક્ટરી ચાર્જમાં પણ ધરખમ વધારો કર્યો છે. જે વ્યક્તિ સરકારી હોસ્પિટલમાં સારવાર ન લઇ શકતી હોય અને મેડિકલેઈમ ન હોય તેને સારવારથી વંચિત રહેવું પડે! આજે જ્યારે મેડિકલેઈમ must બની ગયો છે ત્યારે આ દિશામાં ઘટતું થવું જોઈએ.
સુરત – વૈશાલી શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.