ભરૂચ પોલીસથી બચવા ગાંજો સ્પલાઈ કરવાની આ રીત અપનાવી છતાં ઝડપાઈ ગયા

સુરત: ભરૂચના (Bharuch) પાલેજમાંથી (Palej) મોટા પ્રમાણમાં ગાંજા (Cannabis) સાથે બે ઇસમ ભરૂચ SOG પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે ૩૦.૬૫૦ કિલોગ્રામ કિંમત રૂ.૩.૬ લાખનો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

ભરૂચના SOG પોલીસના પીએસઆઈ પી.એમ.વાળા, પીએસઆઈ એન.જે.ટાપરિયા સહિત ટીમ પેટ્રોલિંગમાં હતી. એ સમયે બાતમીના આધારે પાલેજના જહાંગીર પાર્ક સોસાયટીમાં એક ઓટો રિક્ષા નં.(જીજે-૦૧,ટીબી-૦૩૯૬)માં અસિમ ઐયુબ સિંધી (રહે.,સલેહ પાર્ક, પાલેજ) અને ભરત શંકર માછી (રહે.,પાલેજ) બેસીને આવતાં તેને રોકીને તેની જડતી લીધી હતી. જેમાં ચેક કરતાં ગેરકાયદે માદક પદાર્થ ગાંજાનો જથ્થો ૩૦.૬૫૦ કિલોગ્રામ કિંમત રૂ.૩,૦૬,૫૦૦ મળી આવ્યો હતો. પોલીસે બે મોબાઈલ ફોન કિંમત રૂ.૫૫૦૦ અને એક રિક્ષા કિંમત રૂ.૯૦,૦૦૦ મળીને કુલ રૂ.૪,૦૨,૦૦૦૦ મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસ સમક્ષ બંને ઇસમોએ ગાંજા પ્રકરણમાં પાલેજના નાવેદખાન નાશીરખાન પઠાણ સંકળાયેલો હોવાથી વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ પાલેજ પોલીસમાં ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

જંબુસરમાં કારમાંથી રૂ.૬૪ હજારનો દારૂ મળ્યો
જંબુસર: જંબુસર તાલુકાના ડાભા ઉબેર રોડ ઉપરથી પસાર થતી કારને વેડચ પોલીસે રોકી તપાસતાં રૂ.૬૪,૨૦૦ મત્તાનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. વેડચ પોલીસ પેટ્રોલિંગમાં હતી. ત્યારે બાતમી મળી હતી કે, જંબુસરના ઉમરાના કુખ્યાત બુટલેગર યોગેશ ઉર્ફે લાલો પટેલ કારમાં દારૂનો જથ્થો લઈ ડાભા ઉબેર રોડ ઉપરથી પસાર થઇ રહ્યો છે. જેના આધારે વાહન ચેકિંગ કરતી વખતે ચાલક કાર આગળ ઊભી રાખી અંધારામાં લઈ નાસી છૂટ્યો હતો. પોલીસે કાર તપાસતાં કારમાંથી દારૂનો જથ્થો મળી આવતાં કાર તથા દારૂ મળી રૂ.૨,૧૪,૨૦૦નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી આદરી હતી.

આહવાથી વરલી મટકા જુગાર રમાડનાર ઇસમ પકડાયો
સાપુતારા : ડાંગ જિલ્લા પોલીસ વડા રવીરાજસિંહ જાડેજાનાં માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પી.એસ.આઈ. જયેશભાઇ વળવીની ટીમ પ્રોહીબિશન અને જુગારને ડામવા માટે આહવામાં વોચ ગોઠવી હતી. તે દરમ્યાન એલ.સી.બીની ટીમે ખાનગી રાહે બાતમી મળી હતી કે બોરખેત ગામ લશ્કરીયા ફળિયામાં રહેતા મહેન્દ્રભાઈ ચૌધરી આહવામાં ઠાકરે ટેલરની પાસે જાહેર રોડ પર ઉભો રહી આવતા લોકો પાસેથી પૈસા વડે અંક ફેર વરલી મટકા જુગાર રમાડી રહ્યો હતો. જે સ્થળ પર ડાંગ એલ.સી.બી.ની ટીમે પહોચી રેડ કરી ઈસમને દબોચી લીધો હતો. એલ.સી.બી.ની ટીમે જુગાર રમાડનાર ઈસમ પાસેથી જુગાર અંક લખવાની કાપલી સહીત મુદામાલ કબ્જે કર્યો હતો. વરલી મટકા જુગાર રમાડનાર મહેન્દ્રભાઈ ચૌધરી જુગારનું વલણ ચીમનભાઈ પવાર (રહે, ચનખલ) પાસેથી કપાવતો હોવાનું ખુલ્યુ હતુ. પોલીસે જુગાર રમાડનાર મહેન્દ્ર ચૌધરીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે સૂત્રધાર ચીમન પવારને વોન્ટેડ જાહેર કર્યો હતો.

Most Popular

To Top