પાલિકા ખર્ચ માટે સક્ષમ નહીં હોય તો જીદમાં આવીને બ્યુટીફીકેશનના નામે ખર્ચા કરવો જોઇએ નહીં

પારડી : પારડી (Pardi) પાલિકા દ્વારા બ્યુટીફીકેશનના (Beautification) કામો હાથ ધરવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને નગરની શોભા વધારવા વિવિધ જગ્યાએ પાલિકા (Municipality) દ્વારા ફુવારા (Fountain) બનાવવામાં આવ્યા છે. આજે પારડીમાં ઐતિહાસિક તળાવ, લક્ષ્મીઉદ્યાન બાગ, જુના બસ ડેપો, ભીલાડવાળા બેંક, કંસારવાડ, દમણીઝાંપા, શ્રીરામચોક મળી 7 થી 9 ફુવારા તૈયાર કરવામાં આવ્યા છે. પરંતુ ફુવારા આજે શોભાના ગાંઠિયા સમાન બની રહ્યા છે. જેની અનેક ફરિયાદ નગરજનોએ કરી હતી. જે અંગે તપાસ કરતા પાલિકાના વિરોધ પક્ષના નેતા ગુરમિતસિંગ ચંડોકે જણાવ્યું હતું કે બ્યુટીફીકેશનના ખર્ચ અંગે સામાન્ય સભામાં મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો.

પાલિકા ખર્ચ માટે સક્ષમ નહીં હોય તો જીદમાં આવીને બ્યુટીફીકેશનના નામે ખર્ચા કરવો જોઇએ નહીં : વિપક્ષ
વિરોધ દર્શાવતા તેઓએ જણાવ્યું હતું કે જો પાલિકા ખર્ચ માટે સક્ષમ નહીં હોય તો જીદમાં આવીને બ્યુટીફીકેશનના નામે ખર્ચા કરવો જોઇએ નહીં, લક્ષ્મીઉદ્યાન બાગનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આજે તેની હાલત બાળકોને રમવા લાયક નહીં હોવાનું જણાવ્યું હતું. નગરમાં એક પણ ફુવારા ચાલુ કરવામાં આવ્યા નહીં હોવાના આક્ષેપ કર્યા હતા. ત્યારે પારડી પાલિકાની શાસક પક્ષની બોડીના પાંચ વર્ષ પૂર્ણ થવા આવ્યા છે ત્યારે વિકાસના કામો સામે આક્ષેપો થઇ રહ્યા છે. જેમાં એક સિનિયર સીટીઝન વકીલે આ બાબતે રજુઆત કરી હતી.

તંત્રના વાંકે કાટ ખાઈ રહેલા બાળકોના રમત-ગમતના સાધનો
વલસાડ શહેરના તિથલ રોડ સ્થિત કુમાર છાત્રાલય પાસે એક સરકારી ક્વાર્ટસ બિલ્ડીંગ નજીક બાળકોને રમત-ગમતના સાધનો લાંબા સમયથી પડી કાટ ખાઈ રહ્યા છે. શું સંબધિત વિભાગ આ મુદ્દે તપાસ કરશે, આખરે આ સાધનો કોણે મુક્યા અને ક્યાં મુકવાના હતા…. ?

ઉમરપાડા તાલુકામાં રૂ.૧.૮૨ કરોડના વિકાસનાં કામોનું લોકાર્પણ
વાંકલ: પૂર્વ મંત્રી ગણપત વસાવા ઉમરપાડા તાલુકામાં વિવિધ વિકાસનાં કામો જેવા કે કન્સ્ટ્રક્શન ઓફ સાદડાપાણી સ્મશાન રોડ રૂ.પ૯ લાખનાં કામનું લોકાર્પણ, નાના સુતખડકા ગામે તાપી કરજણ લિંક યોજના સિંચાઇ અંતર્ગત ચેકડેમ રૂ.૬૩ લાખનાં કામનું ખાતમુહૂર્ત, નાના સુતખડકા ગામે પૂર સંરક્ષણ દીવાલનું રૂ.૧૫ લાખના કામનું ખાતમુહૂર્ત તેમજ કન્સ્ટ્રક્શન ઓફ નવાચકરા ગામે ગામીત ફળિયામાં રોડ રૂ.૪૫ લાખના કામનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઉમરપાડા અને માંગરોળ તાલુકામાં આવેલા આદિજાતિ હસ્તકની સરકારી કુમાર/કન્યા છાત્રાલયમાં માન્ય સંખ્યા ઓછી હોવાના કારણે બાળકો પ્રવેશથી વંચિત રહી જતા હતા તેવી રજૂઆતો સ્થાનિક કાર્યકર્તાઓ દ્વારા કરાતાં ઉમરપાડા ખાતે આવેલ કન્યા છાત્રાલયમાં ૧૩૫ અને કુમાર છાત્રાલયમાં ૧૫૦ તેમજ વાંકલ ખાતે આવેલ સરકારી કન્યા છાત્રાલયમાં ૧૦૦નો વધારો કરી પ્રવેશ આપવા મંજૂરી આપવામાં આવી હતી. જે અંગે ઉમરપાડા કન્યા છાત્રાલય ખાતે પ્રવેશ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો.

Most Popular

To Top