જુન મહિનાના ત્રીજા રવિવારે ‘ફાધર્સ ડે’ મનાવવામાં આવે છે. પિતાશ્રી સામે બાળકો વધારે શિસ્તમાં રહે છે. ઘરમાં પિતાનો ધાક હોય છે. તોફાન કરતા બાળકોને શાંત પાડવા ‘હમણાં તારા બાપાને બોલાવ છું’ એવી દરેક માતા ચીમકી આપે છે. સુરતીઓમાં ‘બાપાનો રવિવાર’ કહેવત ઘણી પ્રચલિત હતી. બાળકોને રવિવારે રજા રહેતી એ પ્રમાણે પિતાશ્રીને પણ રવિવારે નોકરી ધંધામાં રજા હોય. એટલે ઘરમાં મોજમસ્તી હોય, રવિવારે વહેલા ઉઠવાનું નહિ અને સવારમાં ફાફડા, જલેબી, લોચો, ખમણ, ઈંદડા, સેવખમણીનો નાસ્તો બાપા લાવે. આખો પરિવાર સાથે બેસીને ઉજાણી કરે. આમ પણ બાપાનો સ્વભાવ ઉપરથી કડક અને અંદરથી કોમળ હોય. બાળકોની વધુ પડતી માંગણીઓ પિતા જ સંતોષતા હોય છે. દિવાળીમાં ફટાકડા લાવવા, ઉતરાયણમાં પતંગ લાવવા, હોળીમાં નગારા લાવવા, જન્માષ્ટમીમાં મેળામાં લઇ જવું, સિનેમા – ટોકીઝમાં ફિલ્મ જોવા લઈ જવું, ગણપતિ જોવા લઈ જવું, વગેરે શોખ બાપુજી જ પુરા પાડતા હોય છે. કોઈક વાર બાળક શાળાએ નહિ જાય ત્યારે ‘દાદી’ કહેતા ‘અઇલા નિશાળે નહિ જવાનો? તારા બાપાનો રવિવાર છે?’
સુરત – કિરીટ મેઘાવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
બાપાનો રવિવાર
By
Posted on