Home Articles posted by Biren Kothari
ખાસ કરીને ગરમ પ્રદેશોમાં બપોરના ભોજન પછી આડે પડખે થવાનો મહિમા હોય છે. જમીને ડાબે પડખે સૂવાની ક્રિયા માટે સંસ્કૃતમાં ‘વામકુક્ષિ’ શબ્દ જાણીતો છે. રાજકોટ જેવું શહેર તો બપોરના બે કલાકના વિરામ માટે જાણીતું છે અને ત્યાંના નિવાસીઓ એ બાબતને ગર્વપૂર્વક આગળ ધરે છે. અન્ય ઘણાં નગરો યા શહેરોમાં દુકાનદારો બપોરના સમયે ઝપકી મારી લેતા […]
કોઈ વ્યક્તિ રીતભાતના સામાજિક શિષ્ટાચારને ન પાળે, જે તે સમાજની દૃષ્ટિએ અનૈતિક ગણાય એવું કૃત્ય આચરે તો એ માટે તેના પારિવારિક ‘સંસ્કાર’ને, તેનાં માબાપને જવાબદાર ઠેરવવામાં આવે છે. થોડા સમય અગાઉ ફિલ્મ અભિનેતા શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનનું નામ નશીલાં દ્રવ્યો સાથે સંકળાયું ત્યારે બાળઉછેર શી રીતે કરવો જોઈએ અને શાહરૂખ ખાન એમાં કઈ હદે […]
ઘણી પંક્તિઓ લખાઈ હોય એક સંદર્ભે, પણ સમયાંતરે, જરા વક્રતાથી જોઈએ તો તેનો અર્થ સાવ અલગ જ નીકળે એમ બનતું હોય છે. ૧૯૫૭ માં રજૂઆત પામેલી બી.આર.ચોપડાની ફિલ્મ ‘નયા દૌર’નાં અનેક લોકપ્રિય ગીતો પૈકીનું એક ગીત હતું ‘સાથી હાથ બઢાના.’ સાહિર લુધિયાનવીએ લખેલા આ ગીતમાં સહકારી ભાવનાનો મહિમા ગવાયેલો હતો. સાથે મળીને, ખભેખભા મિલાવીને કરવામાં […]
ટ્રાફિક જામમાં ફસાયેલા હોવાની સ્‍થિતિ જ એક તો ત્રાસદાયક હોય છે અને એવે સમયે વિવિધ વાહનોનાં કર્કશ હોર્ન તેમાં ઉમેરો કરતાં રહે છે. પણ કર્કશ હોર્નના સ્‍થાને વાંસળી, સિતાર, હાર્મોનિયમ, માઉથ ઑર્ગનના સૂરો રેલાતા હોય તો? કે તબલાંના લયબદ્ધ તાલ સંભળાય તો? તો ટ્રાફિક જામની સ્‍થિતિમાં કશો ફેર પડે કે ન પડે, પણ એ પરિસ્‍થિતિ […]
રોજબરોજના વપરાશમાં લેવાતા ઘણા શબ્દો એટલા બધા રુઢ બની ગયા હોય છે કે તેના અર્થ કે અર્થચ્છાયા વિશે આપણે ખાસ વિચારતા નથી. એ વિશે વિચારવાનું કહેવામાં આવે ત્યારે એવી દલીલ કરવામાં આવે છે કે ‘જે કહેવું છે એ સમજાઈ ગયું ને? બસ, પછી અર્થની મથામણમાં ન પડો.’ ઉચ્ચારાતા કે ઉપયોગમાં લેવાતા શબ્દો જો કઠોર હોય […]
ચોકલેટ શી રીતે નુકસાનકારક છે? ગળી ચોકલેટ મોટે ભાગે દાંતે ચોંટી રહેતી હોવાથી દાંતના સડાને નોંતરે છે. ગળપણ તેમ જ વધુ કેલરીને કારણે તે સ્થૂળતા માટે જવાબદાર મનાય છે અને સ્થૂળતા બીજા અનેક રોગ માટે કારણભૂત બની રહે છે. આમ, વધુ પડતી માત્રામાં ચોકલેટ નુકસાનકારક બની રહે છે. પણ શું ચોકલેટ કદી રાષ્ટ્રીય સુરક્ષા માટે […]
‘માનવસંસ્કૃતિ નદીકાંઠે પાંગરી હતી.’ આ વિધાન અને તેની સચ્ચાઈ આપણે સૌ અભ્યાસક્રમમાં ભણી ગયાં છીએ. માયસોરના પર્યાવરણવિદ્ પી. જગનાથન હવે જણાવે છે કે માનવસંસ્કૃતિનું દફન પણ નદીકાંઠે જ થઈ રહ્યું છે. આમ કહેવા પાછળ તેમનો હેતુ કોઈ સનસનાટી પેદા કરવાનો નથી, બલ્કે નજર સામે દેખાઈ રહેલી ક્રૂર વાસ્તવિકતા પ્રત્યે ધ્યાન દોરવાનો છે. પી.જગનાથન મુખ્યત્વે નદીકાંઠાની […]
પહેલાંની સરખામણીઍ હવે પ્રવાસની વૃત્તિ લોકોમાં અનેક ગણી વધી છે, જેમાં ઈન્ટરનેટનું મોટું પ્રદાન છે. જાણીતાં-ઓછાં જાણીતાં સ્થળો વિશેની માહિતી, ત્યાં થઈ શકતું ઑનલાઈન બુકિંગ, હોટેલ વિશે તેમાં રહી ચૂકેલાં પ્રવાસીઓના અભિપ્રાય જેવી અનેક સુવિધાઓનો લાભ પ્રવાસીઓ છૂટથી લઈ રહ્યા છે. હોટેલનું સ્થાન, તેનો દર, રૂમનું આંતરિક સુશોભન, સ્વચ્છતા અને તેની સેવા વગેરે પરિબળો સામાન્ય […]
કહાણી એની એ જ છે, પાત્રો પણ એનાં એ જ. વન, તેમાંથી પસાર થતો ધોરીમાર્ગ, તેના વિસ્તરણ માટેનું  આયોજન, એ અંગેની અધિકૃત પરવાનગી માગવી અને આ બાબતનો વિરોધ. પરિણામ હજી આવ્યું નથી, પણ એ શું હશે એ કલ્પવું મુશ્કેલ નથી. કર્ણાટકના બાંદીપુર ટાઈગર રિઝર્વમાંથી બે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થાય છે. એક રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં.૧૮૧ અને […]
જીવદયા એટલે આમ તો જીવ માત્ર પ્રત્યે દયા કે અનુકંપા રાખવી તે. આપણે ત્યાં આ શબ્દનો અર્થ પશુ પ્રત્યે દયા રાખવી એમ થાય છે. આપણી આસપાસ હોય એવાં મુખ્યત્વે ગાય, કૂતરાં, ભેંસ, બિલાડી જેવાં પાલતૂ પશુઓનો આમાં સમાવેશ થાય છે. જીવદયાનો અર્થ સહુ પોતપોતાની રીતે કરે છે, અને પોતાની સુવિધા અનુસાર તેનું પાલન કરે છે. […]