સુરત: (Surat) વડોદરાની વિખ્યાત ગુરુદેવ ઓબ્ઝર્વેટરીના ખગોળ શાસ્ત્રી (Astronomer) દિવ્યદર્શન પુરોહિતે દાવો કર્યો છે કે, ચાલુ મે માસ અને જૂન જુલાઈના ચોક્કસ દિવસોમાં સુરત, દાદરાનગર હવેલી ઉપરાંત ગુજરાતના કેટલાક શહેરો, ગ્રામીણ વિસ્તારો અને દેશના કેટલાક શહેરોમાં દક્ષિણાયનની પ્રક્રિયાને લીધે ચોક્કસ દિવસોમાં વ્યક્તિઓ અને વસ્તુઓનો પડછાયો ગાયબ થઈ જશે. એટલે કે, પડછાયો (Shadow) દેખાશે નહીં.
- આ દિવસો દક્ષિણાયન દિવસ તરીકે ઓળખાય છે, એ દિવસે પડછાયો અદૃશ્ય થઈ જશે: દિવ્યદર્શન પુરોહિત
- સુરત, ભરૂચ, દાદરાનગર હવેલી સહિત ગુજરાતના અનેક શહેરોમાં દક્ષિણાયનની અસર દેખાશે
- મહારાષ્ટ્ર, કોલકત્તા અને ઓરિસ્સામાં પણ આ ખગોળીય ઘટનાની અસર જોવા મળશે
ચોક્કસ દિવસોમાં તમામ વસ્તુઓનો પડછાયો બપોરના સમયે અદૃશ્ય થઈ જશે, આવું દક્ષિણાયનને લીધે થશે. આ દિવસો દક્ષિણાયન દિવસ તરીકે ઓળખાય છે, તે દિવસે પડછાયો અદૃશ્ય થઈ જશે. તા. 20/5/22 અને 23/7/2022 (20 ડિગ્રી) દાદરા નગર હવેલી, નાસિક, નાગપુર, ઔરંગાબાદ, ભુવનેશ્વર (ઓરિસ્સામાં અને સુરત, ધુલે (મહારાષ્ટ્ર), વર્ધા, રાયપુર (છત્તીસગઢ) સંબલપુર (ઓરિસ્સા) વગેરે 25/5/2022ના રોજ અને 18/7/2022ના (21 ડિગ્રી) રોજ પડછાયો દેખાશે નહીં.
ગોંડલ, વલ્લભીપુર, રાજપીપળા, ભરૂચ, બરવાની (M.P.), છિંદવાડા, બિલાશપુર (છત્તીસગઢ), સુંદરગઢ (ઓરિસ્સા), બારીવાડા, હલ્દિયા, લુઇપાંગ (મિઝોરમ)માં (22 ડિગ્રી) 31/5/22ના રોજ અને 11/7/2022ના દિવસે, 3/6/2022ના રોજ જામનગર, રાજકોટ, વડોદરા, છોટાઉદેપુર, કલકત્તા, (22.19: ડિગ્રી) વગેરે અને 10/7/2022ના રોજ, ભુજ, અંજાર, વિરમગામ, અમદાવાદ (ગુજરાત), ઉજ્જૈન (23 ડિગ્રી) પડછાયો દેખાશે નહીં. ભોપાલ, જબલપુર, બૈકુંથપુર, અંબિકાપુર, ગોવિંદપુરમાં 10/6/22 અને 2/7/22 ના રોજ 23.5 ડિગ્રી: કડી, માણસા, મોડાસા, નખત્રાણા, નારાયણ સરોવર, કોટેશ્વર (ગુજરાત), સૈજપુર, વિદિશા (M.P.), રાચી (ઝારખંડ) દુર્ગાપુર (બંગાળ), અનારપુર (ત્રિપુરા)માં 21/6/2022 દિવસે દક્ષિણાયન દિવસને લીધે પડછાયો અદૃશ્ય થઈ જશે.
આ કારણોસર ગરમી વધી: દિવ્ય દર્શન પુરોહિત
દિવ્યદર્શન પુરોહિત કહે છે કે, ગ્લોબલ વોર્મિંગથી તાપમાન વધી રહ્યું છે. સુરત, અમદાવાદ, વડોદરા જેવા શહેરોમાં વધી રહેલા ઔદ્યોગિકરણ અને વધી રહેલી વાહનોની સંખ્યાના પ્રદૂષણને લીધે સામાન્ય કરતાં 1 ડિગ્રી તાપમાન વધ્યું છે. એટલે કે એક ડિગ્રી ગરમી વધુ પડી રહી છે. આડેધડ વૃક્ષનું છેદન, તળાવો, સરોવર, નહેરો, કુવાઓ, કેનાલોનું પુરાણ થતાં ધરતી તપી રહી છે. પાણીના સ્ત્રોત અને ગ્રીનરી ઓછી થઈ રહી છે. જે માનવજાત માટે ભવિષ્યનો ખતરો ઊભો કરી રહી છે.