નવી દિલ્હી (New Delhi): ક્લાઇમેટ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગે (Greta Thunberg) ખેડૂત આંદોલન અંગે સોશિયલ મીડિયા પર એક ટૂલકિટ શેર કરી હતી. ખાલિસ્તાન તરફી આંદોલને તેને આ માટે નાણાં આપ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. સત્ય શું છે તે તપાસનો વિષય છે, પરંતુ પૈસા લેવાનું અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવું તે નવી વાત નથી. વધતા જતા સોશિયલ મીડિયા ડેટાને લીધે નવા ઉદ્યોગનો વિકાસ થયો છે. એડવર્ટાઇઝિંગ સ્ટાન્ડર્ડ્સ કાઉન્સિલ ઑફ ઇન્ડિયા (Advertising Standards Council of India – ASCI) એ સોશિયલ મિડીયા ઇન્ફલુએન્સર્સ માટે ડ્રાફ્ટ ગાઇડલાઈન બહાર પાડી છે, જે 15 એપ્રિલ 2021થી અમલમાં આવશે, અને તે પછી સોશિયલ મીડિયા પરની પોસ્ટ્સ એકદમ અલગ દેખાશે. આ ગાઇડલાઇન બહાર પડ્યા પછી પ્રમોશનલ સામગ્રી (promotional content) અને કાર્બનિક સામગ્રીને અલગ પાડવી સરળ રહેશે. ASCI દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇનથી (guidelines) સોશિયલ મીડિયા પર શું બદલાશે?
ડિજિટલાઇઝેશન વધતા હવે ઘણી વસ્તુઓ બદલાય છે, આ હવે ફિલ્મી સિતારાોનો નહીં પણ સોશિયલ મિડીયા ઇન્ફ્લૂએન્સર્સનો (social media influencers) જમાનો છે. વર્ષોથી આપણે ખાસ કરીને ભારતમાં ખોટી જાહેરાતો અને વાયદા કરીને પ્રોડ્ક્ટ્સ વેચાયા છે.. દાખલા તરીકે.. ફેસ ક્રીમ (લવલી), ન્હાવાનો સાબૂ (સતૂર), ખાવાના તેલ જે હંમેશા તમને ફીટ રાખશે.. આ યાદી લાંબી છે. આપણે આ પ્રોડ્ક્ટસ ખરીદ્યા પણ છે. હવે આ જાહેરાતો સોશિયલ મિડીયા પરથી થઇ રહી છે. જે લોકોના સોશિયલ મિડીયા પર લાખોમાં ફોલોઅર્સ હોય એવા ઇન્ફલૂઅન્સર્સને મોટી મોટી કંપનીઓ તેમના પ્રોડ્ક્ટ્સની જાહેરાત કરવા માટે રૂપિયા આપે છે.
આ જાહેરાતો ઘણી વાર ખોટી હોય છે, એટલે કે વાયદાઓ પ્રમાણેના પ્રોડ્ક્ટ્સ હોતા નથી. એટલે ASCIએ સોશિયલ મિડીયા ઇન્ફલૂઅન્સર્સ માટે કોઇપણ પ્રોડ્ક્ટની જાહેરાત કરવા માટે નવી ગાઇડલાઇન્સ બહાર પાડી છે. નવી ગાઇડલાઇન આ મુજબ છે:
- જો કોઇ પ્રોડ્ક્ટની જાહેરાત કરતા હો તો તે સ્પષ્ટ હોવુ જોઇએ કે તે એક જાહેરાત છે
- પ્રોડ્ક્ટનું લેબલ/ નામ સ્પષ્ટ વંચાવુ જોઇએ
- પ્રોડ્ક્ટની સારી બતાવવા ફિલ્ટરનો ઉપયોગ થવો જોઇએ નહીં
- સોશિયલ મિડીયા ઇન્ફલૂઅન્સર્સ પ્રોડક્ટ વિશે તેઓ જે કહી રહ્યા છે તે સાચુ છે, તેની ચકાસણી કરવી પહશે, અને તેમના દ્રારા પ્રોડક્ટ વિશે કરવામાં આવેલા દાવા સાચા છે તેની જવાબદારી લેવી પડશે
- જો તેઓ પ્રોડક્ટનું લાઇવ પ્રમોશન કરે છે, તો દર મિનિટે છેલ્લી 5 સેંકડ સુધી પ્રોડક્ટનું નામ અને લેબલ સ્પષ્ટ દેખાવા જોઇએ
- 15 સેકંડથી ઓછા સમયના વિડીયોમાં ઓછામાં ઓછી 2 સેકંડ સુધી પ્રોડક્ટનું નામ અને લેબલ સ્પષ્ટ દેખાવા જોઇએ
- પ્રોડક્ટનું ઑડિયો પ્રમોશન થતુ હોય તો ઑડિયોની શરૂઆત અને અંત બંનેમાં સ્પષ્ટ થવુ જોઇએ કે તેઓ પ્રોડક્ટની જાહેરાત કરી રહ્યા છે