Vadodara

આફતોમાં ફસાયેલાને ઉગારવા એનડીઆરએફની ૬ઠ્ઠી બટાલિયન સજ્જ

વડોદરા : વડોદરા નજીક જરોદમાં રાષ્ટ્રીય આપદા રાહત દળની બટાલિયન ૬ ની સ્થાપના પછી મધ્ય ગુજરાત સહિત સમગ્ર રાજ્ય,રાજસ્થાન અને મધ્ય પ્રદેશના જિલ્લાઓની પુર સહિતની કુદરતી આફતો અને માનવ સર્જિત દુર્ઘટનાઓ પ્રસંગે રાહત અને બચાવની સુસજ્જતા વધી છે અને સ્થાનિક તંત્રને નવું પીઠબળ મળ્યું છે. રાજ્ય સરકારના આપદા પ્રબંધન વિભાગ સાથેના સંકલનમાં એન.ડી.આર.એફ.દ્વારા ચોમાસાની શરૂઆત પહેલાં જ,માંગણી થાય અને ટીમ પહોંચે એ વચ્ચેનો સમય શક્ય તેટલો ઘટાડવા,આફતની સંભાવના ધરાવતા જિલ્લાઓમાં બચાવ અને રાહતના જરૂરી સાધન, સામાન અને ઉપકરણો થી સુસજ્જ ટીમો વિવિધ જિલ્લાઓમાં વહીવટી તંત્ર દ્વારા ફાળવવામાં આવેલી જગ્યાઓએ તૈનાત કરવામાં આવે છે.જેના પગલે બચાવ કાર્ય ઝડપી બને છે અને સમયસર રાહત પહોંચાડી શકાય છે.

આ વર્ષે પણ ચોમાસું આફતો સામેની પૂર્વ તૈયારી અને સુસજ્જતા ના ભાગરૂપે આ કવાયત કરવામાં આવી છે અને આણંદ જિલ્લા સહિત વિવિધ સ્થળોએ આ અગમચેતી રાહત આપનારી બની છે. બટાલિયન ૬ ના પ્રવક્તાએ જણાવ્યું કે રાજ્યના રાહત કમિશનર સાથેના પરામર્શ હેઠળ આજે જરોદ મથકેથી વધુ ૫ ટીમો ગુજરાતના વિવિધ જિલ્લાઓ માટે મોકલવામાં આવી છે.આ ટીમો બચાવ અને રાહતના જરૂરી આધુનિક અને પરંપરાગત સાધનો, સામગ્રી અને ઉપકરણો થી સજ્જ છે.

Most Popular

To Top