Business

દેવામાં ડૂબેલી અનિલ અંબાણીની આ કંપની ખરીદાઈ: જાણો કેટલા રાઉન્ડ સુધી લાગી હતી બોલી…

નવી દિલ્હી : અનિલ અંબાણીની (Anil Ambani) દેવામાં ડૂબેલી કંપની રિલાયન્સ કેપિટલ (Reliance Capital) આખરે બુધવારે વેચાઈ ગઈ છે. છેલ્લા ઘણા સમયથી આ કંપની વેચવાને આરે ઉભી હતી જોકે કોરોના બાદ વ્યાપેલી મંદીને લઇ કોઈ તેની બોલી લગાવતું ન હતું. હાલ રિલાયન્સ કેપિટલને હિન્દુજા ગ્રૂપે (Hinduja Group) રૂ. 8600 કરોડમાં ખરીદી છે. હિન્દુજા ગ્રૂપે બુધવારે રિલાયન્સ કેપિટલ લિમિટેડ માટે રૂ. 8,600 કરોડની બિડ સાથે રેસ જીતી લીધી હતી. બેન્કિંગ સૂત્રોના જણાવ્યા અનુસાર બુધવારે સવારે શરૂ થયેલી હરાજીમાં હિંદુજા મુખ્ય રોકાણ કંપની રિલાયન્સ કેપિટલ માટે સૌથી વધુ બોલી લગાવનાર તરીકે ઉભરી હતી. કમિટી ઓફ ક્રેડિટર્સએ હરાજીના પ્રથમ રાઉન્ડ માટે રૂ. 6,500 કરોડની ફ્લોર પ્રાઇસ નક્કી કરવાઅ આવી હતી. બીજા અને ત્રીજા રાઉન્ડનું મૂલ્ય અનુક્રમે રૂ. 7,500 કરોડ અને રૂ. 8,500 કરોડ હતું. ત્યારપછીના રાઉન્ડમાં, રકમને વધારીને અનુક્રમે રૂ. 500 કરોડ અને રૂ. 250 કરોડ કરવાની હતી.

  • રિલાયન્સ કેપિટલને હિન્દુજા ગ્રૂપે રૂ. 8600 કરોડમાં ખરીદી છે
  • હરાજીના પ્રથમ રાઉન્ડ માટે રૂ. 6,500 કરોડની ફ્લોર પ્રાઇસ નક્કી કરાઈ હતી
  • બોર્ડ ઓફ ડિરેક્ટર્સ જે નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપની તરીકે કાર્યરત હતા

બોર્ડ ઓફ ડિરેક્ટર્સને રિઝર્વ બેંક દ્વારા હટાવી દેવામાં આવ્યા હતા
રિલાયન્સ કેપિટલના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ જે નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપની તરીકે કાર્યરત હતા. તેને રિઝર્વ બેન્ક દ્વારા ગયા વર્ષે નવેમ્બરમાં હટાવી દેવામાં આવી હતી. જેમાં નાગેશ્વર રાવ વાયને એડમિનિસ્ટ્રેટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ઇન્સોલ્વન્સી કોડ હેઠળ હરાજી માટે જાય છે. આ પહેલા બે ગ્રુપની હરાજી થઈ ચૂકી છે. આ પહેલીવાર છે જ્યારે આટલા મોટા પાયા પર દેવામાં ડૂબેલી કંપનીની ઈ-ઓક્શન થઈ હોય તેવું બન્યું હતું.

ક્રિપ્ટોકરન્સી રોકાણ નથી,પ્યોર સટ્ટો છે: આરબીઆઈ
ક્રિપ્ટોકરન્સી જે કોઈ ખાનગી રોકાણ નથી તે શુદ્ધ સટ્ટો છે. જો આને વધવા દેવામાં આવે તો તે આગામી નાણાકીય કટોકટીનું કારણ બની શકે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે બુધવારે આ ચેતવણી આપી હતી. તેમણે બિટકોઈન જેવા સાધનો પર પ્રતિબંધ મૂકવાની પણ માંગ કરી હતી. દાસ આવા સાધનોના કટ્ટર વિરોધી રહ્યા છે અને આરબીઆઈ આ મુદ્દો સુપ્રીમ કોર્ટમાં લઈ ગઈ છે. તેમણે એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે ક્રિપ્ટોકરન્સીમાં આર્થિક અને નાણાકીય સ્થિરતા સંબંધિત મોટા જોખમો સામેલ છે અને અમે હંમેશા આ વિશે વાત કરતા આવ્યા છીએ.

Most Popular

To Top