Madhya Gujarat

આણંદ સિવિલ હોસ્પિટલ ગ્રીન હોસ્પિટલ બનશે

આણંદ: આણંદ સિવિલ હોસ્પિટલ માટે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી યુદ્ધના ધોરણે કામગીરીમાં વધુ એક યશકલગીનો ઉમેરો કરવામાં આવ્યો છે. આણંદ સિવિલ હોસ્પિટલ ગ્રીન હોસ્પિટલ બનશે. જેમાં સોલાર રૂફટોપ નાંખવામાં આવશે. જેથી ઇલેક્ટ્રીસિટી ઉત્પન્ન કરવામાં આવશે. જોકે, પ્રથમ તબક્કામાં ત્રણ માળની 240 બેડની હોસ્પિટલ બનશે. બાદમાં તેને આઠ માળ સુધી ખેંચી જવામાં આવશે.

આણંદ કલેક્ટર ડી.એસ. ગઢવીએ જણાવ્યું હતું કે, આણંદ સિવિલ હોસ્પિટલનું ફાઉન્ડેશન ગ્રાઉન્ડ પ્લસ સાત માળ બને એવું રાખવામાં આવશે. જ્યારે હોસ્પિટલ ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળની બનાવવામાં આવશે. જેથી ભવિષ્યમાં જો વધુ મજલા બનાવવા હોય તો બની શકે તેવું ફાઉન્ડેશન શરૂઆતથી જ તૈયાર કરવામાં આવશે. આણંદ સિવિલ હોસ્પિટલ જે જગ્યા ઉપર બનવાની છે તે જગ્યાએ બંને સાઈડ પર રસ્તાઓ અને ભવિષ્યમાં એર એમ્બ્યુલન્સ માટે કૃષિ યુનિવર્સિટીમાં લેન્ડીંગની સુવિધા મળશે. સિવિલ હોસ્પિટલની બાજુમાં જ 50 બેડની આયુર્વેદિક હોસ્પિટલ પણ બનાવવામાં આવશે. આ સિવિલ હોસ્પિટલ ખાતે કોર્પોરેટ હોસ્પિટલમાં જેવા અધ્યતન સાધનો હોય છે, તેના કરતાં પણ વધુ લેટેસ્ટ સાધનો આણંદ સિવિલ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ બનશે.

કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં આ હોસ્પિટલ બનાવવા પાછળ રૂપિયા 180 કરોડ જેટલી રકમની ફાળવણી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે. આ હોસ્પિટલ ખાતે ઇલેક્ટ્રીકસીટીની બચત થાય તે માટે સોલાર રૂફટોપ લગાવવામાં આવશે. જેથી ગ્રીન હોસ્પિટલ બનશે. આણંદ ખાતે નિર્માણ પામનારી સિવિલ હોસ્પિટલ કુલ 29,761.56 ચોરસ મીટરના જમીન વિસ્તારમાં તૈયાર થનારી સિવિલ હોસ્પિટલમાં 240 બેડ, 45 આઈસીયુ. બેડ અને 4 ઓપરેશન થિયેટરની સુવિધા પણ મળશે. આયુર્વેદિક હોસ્પિટલમાં કુલ 50 બેડ પંચકર્મની સુવિધા સાથે ઉપલબ્ધ થશે.

આ હોસ્પિટલ ખાતે 86 કાર પાર્કિંગ થાય તેવી સુવિધા પણ તૈયાર કરવામાં આવશે. હોસ્પિટલની ઇમારતના ઇમરજન્સી, રેડિયોલોજી, રજીસ્ટ્રેશન, ફાર્મસી, લેબર એરીયા અને ઓર્થોપેડિક, પીડીયાટ્રીક, ગાયનેક, જનરલ અને ડેન્ટલ સંલગ્ન ઓપીડી ઉપલબ્ધ થશે એનઆઇસીયુ માં 16 બેડ, પીઆઈસીયુમાં 6 બેડ, સાયકોલોજી ઓપીડી, ફિઝીયોથેરાપીડી ઓપીડી, સ્કીન ઓપીડી અને એનઆરસી ઓપીડીની સુવિધા 10 બેડ ધરાવતું બર્ન વોર્ડ, 25 બેડ ધરાવતા આઈસીયુયુ અને એસઆઈસીયુ, 4 સ્પેશ્યલ રૂમ, 4 ઓટી કોમ્પ્લેક્સની સુવિધા ઊભી કરવામાં આવશે આ ઉપરાંત 10 આઇસોલેશન વોર્ડ, 3 પ્રિઝનર વોર્ડ, બ્લડ બેંક, એડમીન ઓફીસ, કિચન અને ડાઇનિંગની વ્યવસ્થા ઊભી કરાશે.

Most Popular

To Top