Surat Main

આઝાદીનો અમૃત મહોત્સવ : સુરતમાં ગાંધીજી અમર રહો, વંદે માતરમના નારાઓ સાથે દાંડીયાત્રાનું ભવ્ય સ્વાગત

સુરત મહાનગરપાલિકા તથા સુરત શહેર પોલીસે વરિયાવ ચેક પોસ્ટ ખાતે આ યાત્રાને વધાવી લીધી હતી જેમાં શહેર પોલીસ કમિશનર, ડે.મેયર સહિતના પદાધિકારીઓ દાંડીયાત્રામાં જોડાઈને યાત્રીકોનો ઉત્સાહ વધાર્યો હતો.

સુરતઃ- ભારતની આઝાદી (INDIAN INDEPENDENCE) ના 75 વર્ષની ઉજવણીને અવસરે આજની યુવા પેઢીમાં સ્વાતંત્ર્ય સંગ્રામની ભાવના કેળવાય, વીર શહીદોના સપનાના ભારતના નિર્માણના સંકલ્પ સાથે યોજાયેલા આઝાદીના અમૃત મહોત્સવ (AZADI KA AMRUT) ની ઉજવણી અંતર્ગત તા.12 મી માર્ચના રોજ અમદાવાદ ખાતેથી પ્રારંભ થયેલી દાંડીયાત્રા (DANDIMARCH) સવારે સાયણથી નીકળ્યા બાદ બપોરે સુરત શહેરમાં વરીયાવ ટી-પોઈન્ટ ખાતેથી આવી પહોચી હતી.

ગાંધીજી અમર રહો, વંદે માતરમના નારાઓ સાથે દાંડીયાત્રાનું ઠેર ઠેર સ્વાગતઃ

ગાંધીજી અમર રહો, વંદે માતરમના નારાઓ સાથે નાની બાળાઓ, છાપરાભાઠાના ગ્રામજનોએ પુષ્પવર્ષા કરીને દાંડીયાત્રાઓનું સ્વાગત (WELCOME) કર્યું હતું. સુરત મહાનગરપાલિકાના ડે.મેયર દિનેશ જોધાણી સહિતના પદાધિકારીઓ તથા સુરત શહેર પોલીસ કમિશનર (SURAT POLICE COMMISSIONER) અજય તોમર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સુતરની આટી પહેરાવી દાંડીયાત્રીઓનું ભવ્ય સ્વાગત કરીને દાંડીયાત્રામાં જોડાયા હતા.

સાબરમતી આશ્રમથી આરંભાયેલી દાંડીયાત્રાનું સુરત શહેરમાં આગમન

વર્ષ 1930 માં દાંડીકૂચ યોજી આઝાદીનો માર્ગ પ્રશસ્ત કરનાર મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં દાંડી પદયાત્રિકોનું 1 એપ્રિલ, 1930 ના રોજ ચોર્યાસી તાલુકાના છાપરાભાઠા ગામે આવી પહોચી હતી. એ સમયે ગામની વસ્તી 750 ની હતી, પરંતુ ગાંધીજીને રૂબરૂ નિરખવા અને સાંભળવા માટે છ હજાર લોકો એકઠાં થયા હતા. આગલા દિવસે દેલાડમાં સોમવાર હોવાથી ગાંધીજીનો મૌનવાર હતો. જેના બીજા દિવસે મંગળવારે ગાંધીજીનું છાપરાભાઠા ગામમાં આગમન થયું હતું. ગામમાં કાકાસાહેબ કાલેલકર, મહાદેવભાઈ દેસાઈ, મોહનલાલ પંડ્યા, ખુરશેદ બહેન તેમજ મૃદુલાબેન સહિતના અગ્રણીઓ ઉપસ્થિત હતા.

છાપરાભાઠા ખાતે આવી પહોચી દાંડીયાત્રા

છાપરા ભાઠા ગામે ગાંધીજીએ સભાને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, કેદીઓને કોઈ પણ પ્રકારની સ્વતંત્રતા હોતી નથી. જેલર જ્યાં બેસાડે ત્યાં બેસવું, ફેરવે ત્યાં ફરવું અને સુવાડે ત્યાં સૂવું. અત્યારે મારી પણ એવી જ સ્થિતિ છે. જુદા જુદા તાલુકાની કોંગ્રેસના પ્રમુખો મારા જાણે જેલર થઈને બેસી ગયા છે. અને તેઓ જેમ બેસાડે, સુવાડે અને ખવડાવે તેમ મારે કરવું રહ્યું છે. એકથી બીજી જગ્યાએ જેલરો બદલી કરે ને કબજો લે તેવા જ આજે મારા હાલ થયા છે. કાલ સુધી કાનજીભાઈ હતાં, આજે ઘીયા આવ્યા વળી બીજા તાલુકામાં બીજા જેલર આવશે. આ તાલીમ મારે માટે સારી છે, હું રોજ આ સરકાર મને પકડતી નથી એમ કહું છું. પણ વાઘ આવતો નથી. છાપાવાળા તો લખે છે કે, હું જેલ જવા તલપી રહ્યો છું. આ વાતમાં અર્ધસત્ય છે.

કાયદાભંગ કરનારને નસીબે જેલ તો હોય જ. એટલે અર્ધસત્ય, બાકી જેલમાં જવા હું મુદ્દલ તલપી નથી રહ્યો. સરદાર ગયા પછી હું શું કામ જાઉં ? મેં સરદારને એકવાર કહ્યું હતું કે, તમારી રેખામાં જેલ નથી, હું તો અનેકવાર જઈ ચૂક્યો છું એટલે તમે બહાર રહેજો. પણ ઈશ્વરની ઈચ્છા જુદી હતી. સરકાર તેમને પહેલાં લઈ ગઈ. એમના ૩ મહિનાના બે મહિના કરાવી શકીએ ત્યારે આપણા પ્રયત્નો ખરા કહી શકાય.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top