SURAT

આ કંપનીએ એવી સર્વિસ શરૂ કરી કે હવે હજીરાનાં ગામોના લોકોને ઘરબેઠા સારવાર મળશે

સુરત: સુરતના હજીરા કાંઠાના ગામોમાં મસમોટી કંપનીઓ ધમધમે છે પરંતુ હજુ પણ અહીંની ગ્રામીણ પ્રજા મૂળભૂત સુવિધાઓથી વંચિત છે ત્યારે હજીરાની એક કંપનીએ ગ્રામીણ પ્રજાના સ્વાસ્થ્યની ચિંતા કરી છે. આ કંપની દ્વારા હજીરાના ગામોના લોકોને ઘરબેઠાં સમયસર તબીબી સારવાર મળી રહે તે માટે મેડિકલ મોબાઈલ યુનિટ શરૂ કરવાનું સરાહનીય કાર્ય કરવામાં આવ્યું છે. આ મોબાઈલ મેડિકલ યુનિટ ગામે ગામ ફરીને બિમાર દર્દીઓની સારવાર કરશે.

વિશ્વની બે અગ્રણી સ્ટીલ ઉત્પાદક કંપનીઓ આર્સેલર મિત્તલ અને નિપ્પોન સ્ટીલના સંયુક્ત સાહસ આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India)એ હજીરામાં અને તેમના સ્ટીલ પ્લાન્ટની નજીક આવેલાં અન્ય ગામોમાં ઘરઆંગણે તબીબી સેવા પૂરી પાડવા માટે મોબાઈલ મેડિકલ યુનિટની શરૂઆત કરી છે.

આ મોબાઈલ મેડિકલ યુનિટ, AM/NS Indiaની સીએસઆર શાખા અને હેલ્પેજ ઈન્ડિયાની સંયુક્ત પહેલ છે. આ યુનિટ સ્ફીગમોમેનોમીટર, સેમ્પલ કલેક્શન ડિવાઈસીસ, વેઈંગ સ્કેલ અને અન્ય સાધનોથી સજ્જ છે, જે ગ્રામવાસીઓને વિનામૂલ્યે પ્રાથમિક તબીબી સેવા પૂરી પાડશે. વિવિધ ગામોની મુલાકાત દરમિયાન મોબાઈલ મેડિકલ યુનિટની સાથે એક ડોક્ટર હાજર રહેશે અને ગ્રામવાસીઓને સેવા પૂરી પાડશે. દર્દીઓને દવાઓ પણ વિનામૂલ્યે આપવામાં આવશે. AM/NS Indiaના હ્યુમન રિસોર્સ ઓપરેશન્સ, આઈઆર અને એડમિનિસ્ટ્રેશન વિભાગના હેડ ડો.અનિલ મટૂ AM/NS Indiaમાં સીએસઆર શાખાના હેડ, ડો.વિકાસ યદવેન્દુ અને CNH, હજીરાના ડો.બ્રિજેશ શુક્લએ AM/NS Indiaના અધિકારીઓ અને કર્મચારીઓની હાજરીમાં આ મોબાઈલ મેડિકલ યુનિટને લીલી ઝંડી આપી હતી.

આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયાને હજીરા પ્લાન્ટના વિસ્તરણ મંજૂરી
સુરત: વિશ્વની બે અગ્રણી સ્ટીલ ઉત્પાદક કંપનીઓ આર્સેલરમિત્તલ (ArcelorMittal) અને નિપ્પોન સ્ટીલ (Nippon Steel) ઈન્ડિયાના સંયુક્ત સાહસ આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (એએમ/એનએસ ઈન્ડિયા) ને તેના હજીરા (Hazira) ખાતેના ફ્લેગશીપ પ્લાન્ટના વિસ્તરણ માટે પર્યાવરણલક્ષી મંજૂરી પ્રાપ્ત થઈ છે. પ્લાન્ટની હાલની ક્ષમતા વાર્ષિક 9 મિલિયન ટન છે. તે વધારીને વાર્ષિક 15 મિલિયન ટન કરવામાં આવશે.વર્ષ 2030 સુધીમાં સ્થાનિક સ્ટીલ ઉત્પાદન ક્ષમતા બમણી કરીને વાર્ષિક 300 મિલિયન ટન કરવાના ભારત સરકારના ધ્યેયને રાષ્ટ્રિય સ્ટીલ નીતિને અને એએમ-એનએસ ઈન્ડિયાના પોતાના લાંબાગાળાના આયોજનને આ ક્ષમતા વિસ્તરણથી નોંધપાત્ર પ્રમાણમાં વેગ મળશે.

Most Popular

To Top