Top News

જો ત્રીજું વિશ્વ યુદ્ધ થાય તો કયો દેશ લશ્કરી શક્તિમાં મોખરે

મોસ્કો: શક્તિશાળી રશિયા (Russia) અને યુક્રેન (Ukraine) વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. એવા અનુમાન છે કે આગામી કેટલાક કલાકોમાં રશિયા સમગ્ર યુક્રેન પર કબજો કરી લેશે. મળતી માહિતી મુજબ આ યુદ્ધમાં અમેરિકા (America) અને પશ્ચિમી દેશો પણ સામેલ થવાના હતા. પરંતુ આખરે વક્ત પર તેઓ છટકી ગયા. જો અમેરિકા આ ​​જંગનો હિસ્સો બન્યો હોત તો આજે યુદ્ધની સ્થિતિ સંપૂર્ણ રીતે બદલાઇ ગઇ હોત. વિશ્વ ત્રીજા વિશ્વ યુદ્ધની સ્થિતિએ આવીને ઊભું છે. વિશ્વના કેટલાક દેશો રશિયા સાથે છે. તો કેટલાક યુક્રેન સાથે નજરે પડે છે. જો ત્રીજું વિશ્વ યુદ્ધ થાય તો કયો દેશ લશ્કરી શક્તિમાં મોખરે છે. તે જાણવુ અગત્યનું થઇ ગયું છે. વૈશ્વિક ફાયરપાવર દ્વારા એક યાદી જાહેર કરાઇ છે. વૈશ્વિક ફાયરપાવરે લગભગ 50 તથ્યોના આધાર પર તેની આ લિસ્ટ તૈયાર કરી છે. જેમાં વિશ્વની લશ્કરી શક્તિઓનું તુલનાત્મક અભ્યાસ કરવામાં આવ્યો છે.

  • અમેરિકા નંબર વન પર
  • ભારત ટોપ 5માં
  • 50 તથ્યોના આધાર પર મળી રેન્કિંગ
  • યુક્રેન ટોપ-20 માં પણ નથી

‘ડેલી સ્ટાર’ની રિપોર્ટ મુજબ રશિયા દુનિયાની બીજી સૌથી શક્તિશાળી સેના ધરાવે છે. જ્યારે અમેરિકા આ ​​અંગેટોચ ઉપર છે. ગ્લોબલ ફાયરપાવરએ લશ્કરી તાકાતના રિપોર્ટની લિસ્ટ તૈયાર કરી છે. જેમાં બઘા જ દેશોને તેમની સૈન્ય શક્તિને આધારે રેંક આપવામાં આવ્યા છે. અમેરિકાની સેના વિશ્વમાં સૌથી વધુ શક્તિશાળી છે. આ રેકિંગને તૈયાર કરવા માટે 50 તથ્યો તરફ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આ પાવર ઇન્ડેક્સમાં યુએસ 0.0453 સાથે પ્રથમ સ્થાન પર છે કારણ કે તેની પાસે 700 બિલિયન ડોલરનું રક્ષા બજેટ છે. બીજા નંબર પર રશિયા છે, જેનું સ્કોર 0.0501 જ છે. રશિયા પાસે લગભગ 900,000 સૈનિકો છે. ચીનની વાત કરીએ તો આ લિસ્ટમાં તે ત્રીજા નંબર પર છે. તેમના સૈનિકોની સંખ્યા 2 મિલિયનની આસપાસ છે. જ્યારે ભારત આ લિસ્ટમાં ચોથા નંબરે છે. તેનું સ્કોર 0.0979 છે.

બ્રિટનનું નામ લિસ્ટમાં ભારત અને ફ્રાન્સ પછી હવે છે. તે 8 નંબર નંબર પર છે. બ્રાઝિલને ટોપ-10 માં સ્થાન મળ્યું છે. પરંતુ રશિયાનો સામનો કરી રહ્યા યુક્રેનનો ટોપ-20 માં પણ સ્થાન નથી. આ રીતે સમજી શકાય કે તેને અમેરિકા અને નાટોના મદદની જરૂર છે. યુક્રેન 22મા નંબર પર છે. વૈશ્વિક ફાયરપાવરએ જણાવ્યું છે કે સૌથી ચોક્કસ ઇન્ડેક્સ પરિણામ 0.0000 છે.

Most Popular

To Top