Charchapatra

દુનિયાના દેશોમાં ચંચુપાત  કરનાર અમેરિકા

વિશ્વમાં સુપર પાવર ગણાતું અમેરિકા દુનિયાના તમામ દેશોમાં ચંચુપાત કરે છે. રશિયા યુક્રેન યુદ્ધ ભડકાવનાર અમેરિકા જ છે. અમેરિકાના ઇશારે નાટો દેશોએ યુક્રેનને પુષ્કળ મદદ કરી પરંતુ મજબૂત રશિયા સામે યુકેનની તબાહી રોકી શકાઈ નથી. રશિયા યુક્રેન સામે યુદ્ધમાં હારી જશે એવી અમેરિકાની મનસા સફળ થઈ શકી નથી. યુક્રેનને યુદ્ધમાં લડવા માટે જ્યારે શસ્ત્રોની અતિશય જરૂર છે તેવા સમયે અમેરિકાએ રશિયા સામે યુક્રેન મદદ કરવા કોઇ જ લશ્કરી પગલાં ભરતું નથી. અમેરિકાને ભરોસે રશિયા સામે લડતાં લડતાં યુક્રેન લગભગ તબાહ થઈ ગયું છે. હવે તેવી જ રીતે ચીન તાઇવાનના મુદ્દે અમેરિકા તાઈવાનનો પક્ષ લઈ તાઈવાનને તમામ મદદ કરવાની જાહેરાત કરી છે.

જો ચીન તાઇવાન પર હુમલો કરે તેવા સમયે  અમેરિકા ચીન સામે લશ્કરી પગલાં ભરે તેવી કોઈ શક્યતા દેખાતી નથી. જો તાઇવાન અમેરિકાના ભરોસે ચીન સામે યુધ્ધ  કરશે તો તેના હાલ પણ યુક્રેન જેવા જ થશે. દુનિયાના તમામ દેશોમાં ચંચુપાત કરનાર અમેરિકા દુનિયામાં અનેક દેશોને દુશ્મન બનાવી ચૂક્યું છે. વિશ્વમાં સુપર પાવર ગણાતું અમેરિકા પોતાની શાખ ગુમાવી રહ્યું છે. વિશ્વમાં આતંકવાદ ઊભો કરવામાં પાકિસ્તાન નહીં પરંતુ અમેરિકા છે. પાકિસ્તાનને વર્ષે અબજો ડોલરની સહાય આપતું હતું તે સહાય પાકિસ્તાન આતંકવાદને પોષવામાં કરતું હતું એ વાતની અમેરિકાને જાણ હોવા છતાં તે પાકિસ્તાનને મદદ કરતું આવ્યું છે તે  વાત જગજાહેર છે.
સુરત            – વિજય તુઈવાલા     – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

સત્સંગના કાર્યક્રમની ફલશ્રુતિ, પ્રત્યાઘાત
સમાજ માં જુદાં જુદાં મંડળો  , સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા સત્સંગ ના કાર્યક્રમ,  કથા નો વ્યાપ વધ્યો છે. હવે તો ભગવદ્ ગીતા  અંગે નાં  કાર્યક્રમો પણ યોજાય છે.ધાર્મિક પ્રવચનો માં  બધે સારી, સારી અને સારી જ વાતો થાય છે. પણ શ્રોતાગણ  પર સારી વાતો ની અસર કેટલો સમય સુધી રહે છે, તેનાં  પર બધો આધાર રહે છે. ઘણાં  પ્રવચન પૂરું થતાં  ( કથાસાર)ત્યાં નું  ત્યાં  જ મૂકી ને જતાં રહે છે કે  પછી  કથા જેટલા દિવસ ચાલે  એટલાં  દિવસ એની  અસર રહે છે.ઘણીવાર  સ્મશાન  વૈરાગ્ય જેવી પરિસ્થિતિ થાય છે. અને  ઘણીવાર તો અખો એનાં  છપ્પા માં  કહે તેમ: “ આંધળો  સસરોને સરંગટ વહુ,એમ કથા સાંભળવા ચાલ્યું  સહુ ;કહયું કાંઈ ને સમજયું  કશું, આંખ નું  કાજળ  ગાલે ઘસ્યું .કથા ની વ્યથા એ છે કે  એને  જીવનમાં  ઉતારવામાં  નહીં  આવે  તો  થાક લાગે. સારપ નું  ભાથું  જો બાંધી ને જઈ શકાય તો જગત  આજે  છે એનાં કરતાં  વધુ સુંદર દેખાય.
સુરત     – વૈશાલી શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top