Dakshin Gujarat

ધુલિયાથી અમદાવાદ કન્ટેનર ભરીને લઈ જવાતો 21 લાખનો દારૂ આ રીતે ઝડપાઈ ગયો

ડેડિયાપાડા: (Dediapada) ડેડિયાપાડા પોલીસે મહારાષ્ટ્રના (Maharashtra) ધુલિયાથી અમદાવાદ તરફ જતા આઇસર કન્ટેનરમાં લઈ જવાતા મસમોટા દારૂના (Alcohol) જથ્થા સાથે બે ખેપિયા ઝડપાયા હતા. ડેડિયાપાડા પોલીસે 36 લાખ રૂપિયાના મુદ્દામાલ બે ઇસમને દબોચી લીધા હતા. કન્ટેરનમાં 21 લાખ રૂપિયાનો દારૂ લઈ જવાઈ રહ્યો હતો.

  • ધુલિયાથી અમદાવાદ કન્ટેનરમાં લઈ જવાતો રૂ.૨૧ લાખનો દારૂ ઝડપાયો
  • ડેડિયાપાડા પોલીસે રૂ.૩૬ લાખના મુદ્દામાલ બે ઇસમને દબોચી લીધા

ડેડિયાપાડા પોલીસ સ્ટાફ દ્વારા ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવી રેડ કરી હતી. પારસી ટેકરા પાસે એક આઇસર ટેમ્પોના કન્ટેનર નં.(KA-૪૫, A-૩૩૮૩)ને રોકી તેની તપાસ કરતાં તેમાંથી રૂ.૩૬,૦૫,૦૦૦ના મુદ્દામાલ સાથે બે આરોપીને ઝડપી પાડ્યા હતા. આ ઝડપાયેલા આરોપીઓમાં પ્રકાશચંદ્ર ભીખારામ જાણી (બિશ્નોઇ) (ઉં.વ.૩૩) (ધંધો-ડ્રાઇવિંગ) (રહે.,લો મરોડો કા તલા, મુનીયા, તા.સેડવા જિ.બાઢમેર, રાજસ્થાન) તથા પ્રોહિ. મુદ્દામાલ મોકલનાર આરોપી સુરેશ ઉર્ફે શંકર કિશારામ બિશ્નોઇ (રહે., ગુડામાલાની, બાનમેર, રાજસ્થાન)એ ધુલિયા ટોલનાકાથી પહેલા એક કિલોમીટર આગળથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરેલા આઇસર કન્ટેનર અમદાવાદ લઇ જતા હતા.

આ કન્ટેનરમાં ભારતીય બનાવટની વિદેશી દારૂના વ્હીસ્કી, બિયર કુલ બોટલ નંગ-૧૪૭૬૦ કિંમત રૂ.૨૧,૦૦,૦૦૦ તેમજ આઈસર કન્ટેનર કિં.રૂ.૧૫,૦૦,૦૦૦ તેમજ એક મોબાઈલ કિંમત રૂ.૫૦૦૦ મળી કુલ રૂ.૩૬,૦૫,૦૦૦ની મત્તાનો મુદ્દામાલ કબજે કરી બે આરોપીને ઝડપી પાડ્યા હતા. ડેડિયાપાડા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ચીખલી પોલીસે તલાવચોરા કાવેરી નદીના બ્રિજ પાસે બ્લોક કરી દારૂ ભરેલી કાર ઝડપી પાડી
ઘેજ : ચીખલી પોલીસે તલાવચોરા કાવેરી નદીના બ્રિજ પાસે આગળ-પાછળથી બ્લોક કરી દારૂ ભરેલી કાર સાથે એકને ઝડપી પાડી 3.02 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી અન્ય બે જેટલાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી.
પોલીસ મથકેથી પ્રાપ્ત વિગત મુજબ શુક્રવારના રોજ સવારે દસેક વાગ્યાના અરસામાં ચીખલી-તલાવચોરા માર્ગ ઉપર કાવેરી નદીના બ્રિજ પાસે નંબર વિનાની નિશાન માઈક્રો કારને અટકાવી તપાસ કરી હતી.

જેમાંથી બીયર-વ્હીસ્કીની બોટલ નંગ 162નો 97,200 વિદેશી દારૂનો જથ્થો મળી આવતા કાર અને એક મોબાઈલ ફોન મળી કુલ 3,02, 200 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ભાવેશ શૈલેષભાઈપટેલ રહે. (નાની તંબાડી ચાર રસ્તાની બાજુમાં તા. વાપી. જી. વલસાડ)ને ઝડપી પાડી દારૂનો જથ્થો મંગાવનાર અને આપી જનાર બે જેટલાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી.

પોલીસે ઉપરોક્ત દારૂ ભરેલી કારનો ખાનગી વાહનમાં પીછો કરી કાવેરી નદીના પુલ પાસે પાછળ અને આગળ બન્ને તરફથી બ્લોક કરતા કારનો ચાલક ઉતરીને વાડીમાં ફરાર થઇ જતા પોલીસે પાછળ દોડ લગાવી ઝડપી લીધો હોવાનું જાણવા મળ્યું હતું.

Most Popular

To Top