Business

અમદાવાદના ઓઢવમાં એક જ પરિવારના ચાર સભ્યોની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા

અમદાવાદ: અમદાવાદ (Ahmedabad) શહેરના ઓઢવના વિરાટ નગર ખાતે આવેલી દિવ્યપ્રભા સોસાયટીમાંથી આજે મોડી સાંજે એક જ પરિવારના (Family) ચાર વ્યક્તિઓની હત્યા (Murder) કરાયેલી હાલતમાં લાશ (Deadbody) મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

અમદાવાદ શહેરના ઓઢવના વિરાટ નગરમાં આવેલી દિવ્ય પ્રભુ સોસાયટીના મકાન નંબર ૩૦માંથી પોલીસને ચાર મૃતદેહ મળી આવ્યા હતા. પોલીસે જણાવ્યું છે કે, પ્રાથમિક જાણકારી મુજબ સોનલબેન મરાઠી તેમની દીકરી પ્રતિભાબેન મરાઠી, ગણેશ મરાઠી, સુભદ્વાબેનની હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. આ ચારેય મૃતદેહ અલગ અલગ રૂમમાંથી મળ્યા મળી આવ્યા હતા, તેમજ તમામના શરીર ઉપર તીક્ષ્ણ હથિયારના ઘા હોવાનું પણ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે હાલમાં આ ચારેય મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં પેનલ ડોક્ટરની હાજરીમાં પોસ્ટમોર્ટમ માટેની તૈયારીઓ શરૂ કરી છે.

પોલીસના પ્રાથમિક તપાસમાં ચાર દિવસ અગાઉ આ પરિવાર ચાર સભ્યોની હત્યા કરાઈ હોવાનું હાલ સામે આવી રહ્યું છે. આ પરિવાર નિકોલથી ઓઢવ વિરાટનગર ખાતે 15 દિવસ પહેલા જ રહેવા આવ્યો હોવાનું જાણ મળી રહ્યું છે. પરિવારના ચાર સભ્યોની હત્યા ચાર દિવસ પહેલા થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. મૃતદેહ બહાર લાવતા અત્યંત દુર્ગંધ મારતી હતી. આ હત્યા પાછળ ઘર કંકાસ જોવાનું પ્રાથમિક કારણ હાલમાં પોલીસ માની રહી છે. સોનલબેન નિકોલ ખાતે રહેતા હતા, પરંતુ થોડા દિવસથી તે પોતાની દિકરીના ઘરે દિવ્યપ્રભુ સોસાયટી ખાતે રહેવા આવ્યાં હતા.

ઘરનો મોભી મનાતો વિનોદ મરાઠી ફરાર
આ ઘટના અંગે મળતી વિગતો મુજબ ઘરનો મોભી મનાતો વિનોદ મરાઠી ફરાર થઇ ગયો છે. પોલીસ તેની શોધખોળ ચલાવી રહી છે. વિનોદે 15 દિવસ પહેલા જ નિકોલ ખાતે તેના સાસુ સોનલબેન ઉપર હુમલો કર્યો હતો. આ ઘટના અંગે સોનલબેને પડી ગયા હોવાનું જણાવ્યું હતું અને તે વખતે કોઈ પોલીસ ફરિયાદ કરવામાં આવી નહતી. આથી પોલીસને હત્યા પાછળ વિનોદનો હાથ હોવાનું લાગી રહ્યું છે. પોલીસ વિનોદની શોધખોળ કરી રહી છે, વિનોદ પકડાયા બાદ સમગ્ર હકીકત બહાર આવશે.

Most Popular

To Top