National

હરિયાણાના અંબાલામાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, પેસેન્જર ભરેલી બસના ફૂરચાં ઉડી ગયા

હરિયાણા: હરિયાણાના (Haryana) અંબાલામાં (Ambala) યમુના નગર-પંચકુલા હાઈવે પર ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો હતો. હરિયાણાના અંબાલા જિલ્લાના કક્કડ માજરા ગામ પાસે શુક્રવારે ટ્રક (Truck) અને બસ (Bus) વચ્ચે આ ભયાનક અથડામણ થઈ હતી. પેસેન્જર બસ અને ટ્રક વચ્ચે ભયંકર ટકકર થતા 8 લોકોના મોત થયા છે અને 15 લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના શહજાદપુર વિસ્તારમાં બની હતી.

  • હરિયાણામાં સર્જાયો ગમખ્વાર અકસ્માત
  • મજૂરો ભરેલી બસને ટ્રકે ટક્કર મારી
  • 8ના મોત 15 ઘાયલ

મુસાફર ભરેલી બસને ટ્રકે ટક્કર મારી
આ દુર્ઘટના અંગે પોલીસે જણાવ્યું કે બસ ઉત્તર પ્રદેશના બરેલીથી હિમાચલ પ્રદેશના બદ્દી જઈ રહી હતી. કક્કર માજરા ખાતે બસના ત્રણ મુસાફરો નીચે ઉતરી રહ્યા હતા ત્યારે ટ્રકે વાહનને ટક્કર મારી હતી. ઘાયલોને અંબાલા શહેર અને નારાયણગઢની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું કે બસમાં મોટાભાગના મુસાફરો બાંધકામનું કામ કરતા પરપ્રાંતિય મજૂરો હતા. રાહદારીઓની મદદથી ઘાયલોને બસમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે ટ્રક ચાલકની ધરપકડ કરવામાં આવી છે.

મુંબઈ હાઈવે પર ઉભેલા ટેમ્પોને બસ ટક્કર મારી
બીજી તરફ મુંબઈના વાકોલા વિસ્તારમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર વહેલી સવારે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. હાઇવે પર ઉભેલા ટેમ્પોને લકઝરી બસે ટક્કર મારતાં ટેમ્પો ચાલકનું મોત થયું હતું. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, “ડ્રાઈવર અખ્તર ચૌધરીએ કોઈ ખામીને કારણે હાઈવે પર પોતાનો ટેમ્પો પાર્ક કરવો પડ્યો હતો. આ દરમિયાન એરપોર્ટના કર્મચારીઓને લઈ જતી લક્ઝરી બસે ટેમ્પોને પાછળથી ટક્કર મારતા ટેમ્પો ચાલક ગંભીર રીતે ઘવાયો હતો અને બાદમાં તેનું મોત નીપજ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ટેમ્પોમાં માછલીઓ ભરી હતી. પોલીસે જણાવ્યું કે બસના કોઈ મુસાફરને ઈજા થઈ નથી. અકસ્માત બાદ બસ ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આ અગાઉ મુંબઈ હાઈવે પર સુરતના પરિવારની કાર સાથે ગંભીર અકસ્માત સર્જાયો હતો.

મુંબઈથી પરત ફરી રહેલા સુરતના પરિવારની સ્વીફ્ટ કારને ગણદેવી હાઇવે ઉપર નડ્યો ગંભીર અકસ્માત
ગણદેવી: (Gandevi) નેશનલ હાઈવે નં.48 (National Highway No.48) ઉપર મટવાડ ગામના ગેટ સામે બુધવાર રાત્રે ડિવાઈડર (Divider) કુદાવી સામા ટ્રેક ઉપર ધસી આવેલી કાળમુખી ટ્રકે (Truck) પિક અપ અને મારુતિ કારને (Car) અડફેટે લીધા હતા. જેમાં પિકઅપ ચાલકનું ઘટનાસ્થળે કરુણ મોત નિપજ્યું હતું. જ્યારે પિકઅપ અને કારમાં સવાર ત્રણ મહિલા, એક બાળક સહિત 6 ઘાયલોને સારવાર માટે ખસેડાયા હતા.

Most Popular

To Top