વડોદરા: સોમાતળાવ વિસ્તારમાં ટેટૂ આર્ટિસ્ટે બાકી રૂપિયાની માગણી કરતા માથાભારે ભરવાડ ત્રિપૂટીએ લાકડીઓ વડે ઢોર માર્યો હતો. જેમાં યુવકને ગંભીર રીતે ઇજા થતા સારવાર માટે સયાજીમાં ખસેડાયો હતો. જાનથી મારી નાખવાની ધમકી આપતા યુવકે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે માર મારનાર ત્રણેય જણાને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
શહેરના દંતેશ્વર વિસ્તારમાં આવેલા અનુપમનગરમાં રહેતો ગૌરાંગ ઉર્ફે ગવો નગીન મકવાણા ( રોહિત) ટેટૂ આર્ટિસ્ટ છે અને ટેટૂની દુકાન ચલાવી રોજગારી મેળવે છે. તેના ઘરની પાસે રહેતા લક્ષ્મણ ઉર્ફે મુન્ના ભરવાડ સોમાતળાવ ખાતે ગાડી ભડાડે ચલાવે છે.સોમાતળાવ ખાતે ગૌરાંગની દુકાન પર આવીને મુન્ના ભરવાડ એક વર્ષ પહેલા ચાર ટેટૂ બનાવ્યા હતા. જેના રૂ 25 હજાર તેની પાસેથી લેવાના બાકી છે. જેથી યુવકે તેને પીસે રૂપિયા માગણી કરવા છતાં ાપતો ન હતો. ગત 15 જુલાઇના રોજ બપોરના સમયે યુવક દુકાન પર હતો તે દરમિયાન નિકુંજ ઉર્ફે જાડિયો બારિયા ત્યાં આવ્યો હતો અને મુન્ના ભરવાડા નીચે બોલાવે છે તેવું જણાવ્યું હતું.
જેથી યુવક તેને મળવા માટે ગયો હતો ત્યારે મુન્ના ભરવાડે યુવકને કાઇ બોલ્યા વિના લાકડીથી હુમલો કર્યો હતો. જેને યુવકે શુ થયું તેવું પૂછતા જાતિ વિરૂદ્ધ ગાળો બોલવા લાગ્યો હતો અને લાકડીઓ વડે તેના મિત્રો સહિતનાએ ગડદાપાટુનો માર્યો હતો. બાદમાં મુન્ના ભરવાડ, નિકુંજ બારિયા , અજય ભરવાડે યુવકને જણાવ્યું હતું કે તુ તારી દુકાન બંધ કરી દેજે નહી તો તને જાનથી મારી નાખીશ. તેવવી ધમકી આપી હતી. યુવકે કંટ્રોલ પર ફોન કરતા પોલીસ આવી ગઇ હતી અને યુવકને સારવાર માટે પહેલ જમનાબાઇ બાદ એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બીજા દિવસે યુવકે મુન્ના ભરવાડ, નિકુંજ બારિયા તથા અજય ભરવાડ સામે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ત્રિપૂટીની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.