નવી દિલ્હી: દેશમાં ફરી એકવાક કોરોનાના (Corona) કેસોમાં (Case) વધારો થતાં આરોગ્યતંત્રની ચિંતામાં વધારો થયો છે. દિલ્હી (Delhi) સહિત અન્ય રાજ્યોમાં કોરોનાનો કેસમાં 90 ટકાના વધારો જોવા મળી રહ્યો છે. કેટલાક રાજ્યોમાં કેસ જોઈને લાગી રહ્યું છે કે દેશમાં ચોથી લહેર આવી શકે છે. આ અગાઉ કોરોનાના કેસના પોઝીટીવીટી દરને (Positivity rate) જોતા કેન્દ્રે ગુજરાત (Gujarat) , દિલ્હી સહિત પાંચ રાજ્યોને પત્ર લખી કોરોનાના નવા નિર્દેશ બનાવવા ટકોર કરી હતી. કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં લઈને લખઉન અને એનસીઆરમાં માસ્ક (Mask) પહેરવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે.
રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. આ સાથે જ દેશમાં ચોથી લહેરનો ભય પણ વધી ગયો છે. જો કે, નિષ્ણાતો હજુ પણ કહી રહ્યા છે કે નવી લહેર વિશે હંમણા કહેવું એ ઘણું વહેલું કહેવાશે. પરંતુ સરકારના કહ્યા પ્રમાણે ગભરાવવાની જરૂર નથી. કારણ કે હોસ્પિટલમાં કોરોનાના દર્દીના સંખ્યા ખૂબ જ ઓછી છે. જો કે હોમ આઈશોલેશનમાં રહેવાવાળા દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. શનિવાર સુધી, દિલ્હીમાં 772 દર્દીઓ હોમ આઇસોલેશનમાં હતા, જેમની સંખ્યા રવિવારે વધીને 964 થઈ ગઈ. આ પહેલા 1 એપ્રિલના રોજ, હોમ આઇસોલેશનમાં રહેતા કોરોના સંક્રમતિ લોકોની સંખ્યા 332 હતી.
શનિવારે પોઝીટીવીટી દર ઘટીને 5.33% પર આવ્યો અને કેસ 461 પર પહોંચ્યા. રવિવારે ચેપનો દર ચોક્કસપણે ઘટ્યો હતો, પરંતુ નવા સંક્રમિતોની સંખ્યામાં 50 થી વધુનો વધારો થયો હતો. જો કે ચિંતાની વાત એ પણ છે કે કોરોનાની તપાસ હાલમાં એટલી થઈ રહી નથી. રવિવારે 12,270 કોવિડ ટેસ્ટ થયા હતા, જ્યારે શનિવારે 8,646 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આટલી ઓછી સંખ્યામાં ટેસ્ટમાં પણ સંક્રમણ દરના 5 ટકાની નજીક પહોંચવું ચિંતા પેદા કરે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર, 5 ટકાથી વધુ પોઝીટીવીટી દર ‘ચિંતાજનક’છે
મંત્રાલયે જણાવ્યું હતું કે દેશમાં દૈનિક ચેપ દર 0.83 ટકા, જ્યારે સાપ્તાહિક ચેપ દર 0.32 ટકા નોંધાયો છે, મંત્રાલયે જણાવ્યું હતું . ડેટા અનુસાર, કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યા વધીને 4 કરોડ 25 લાખ 10 હજાર 773 થઈ ગઈ છે, જ્યારે સંક્રમણના કારણે મૃત્યુ દર 1.21 ટકા છે. મંત્રાલયે કહ્યું કે ભારતમાં અત્યાર સુધીમાં કોવિડ-19 રસીના 186.54 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.
દેશના કેટલાક રજ્યોમાં કોરોનાના કેસોમાં વધારો થતા સરકાર દ્વાકા ફરીએકવાર માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના કડક નિયમો લાગુ કરવામાં આવી શકે છે. કોરોનાની ચોથી લહેરનું જોખમ સૌથી વધુ બાળકો પર આવી શકે છે. ઉત્તરપ્રદેશમાં કોરોનાના કેસોમાં ઉછાળો આવતા સીએમ યોગી આદિત્યનાથે માસ્ક પહેરવવા અંગે કડક નિર્દેશો આપ્યા છે.