Dakshin Gujarat

ઝઘડિયાના વેલુગામમાં ખેત મજૂરી કરી રહેલી મહિલા પર દીપડાએ કર્યો અચાનક હુમલો

ભરૂચ: ઝઘડિયા (Jhaghdiya) તાલુકામાં ફરી દીપડાએ (leopard) મહિલા પર જીવલેણ હુમલો કરતા ગામમાં ફફટાડ જોવા મળી રહ્યો છે. 8 દિવસમાં બીજી વખત ખેતરમાં (Farm) મજૂરી કરતી મહિતા પર દીપડાએ જીવલેણ હુમલો (Attack) કર્યો હતો. મળતી માહિતી અનુસાર વેલુગામે (Velugam) ખેતરમાં મજૂરી કામ કરતી મહિલા પર દીપડાએ હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે આ પહેલા બનવા બાદ જ ગ્રામપંચાતે દીપડાને પાંજરે પુરવા લેખિતમાં રજૂઆત કરી હતી પરંતુ કોઈ ઠોસ કામગીરી કરવામાં ન આવતા ગ્રાજનો રોષે ભરાયા છે.

મળતી માહિતી અનુસાર ઝઘડિયાના વેલુગામમાં કંચન માછી નામના ખેડૂતના ખેતરમાં કેટલા લોકો મજૂરી કામ કરી રહ્યા હતા, ત્યારે ખેતરમાં મજૂરી કામ કરેલી મહિલા પર અચાનક દીપડાએ પાછળથી હુમલો કર્યો હતો, દીપડાએ મહિલા પર હુમલો કરી તેની ખેંચી જવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ખેતરમાં કામ કરી રહેલા અન્ય લોકોએ મહિલાને દીપડાનો શિકાર થતા બચાવી લીધી હતી. દીપડાએ કરેલા હુમલોમાં મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્ત મહિલાને પાણેથા આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી અને ત્યાર બાદ વધુ સારવાર માટે તેને 108ની મદદથી આગળ અન્ય હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી. આ અગાઉ પણ 25-12-22ના રોજ ઝઘડિયા તાલુકાના પાણેથા ગામે ખેતરમાં કપાસ વીણતી મહિલા પર દિપડાએ અચાનક હુમલો કર્યો હતો. ત્યારે પણ આસપાસ કામ કરી રહેલા લોકોએ મહિલાને દીપડાના ચંગુલમાંથી બચાવી લેવામાં આવી હતી.

પાણેથા ગામે કપાસ વીણતી મહિલા ઉપર ભરબપોરે દીપડાનો હુમલો
ઝઘડિયા : ઝઘડીયાના પાણેથા ગામે કપાસ વીણવા ગયેલી મહિલા ઉપર ભરબપોરે દીપડાએ હિંસક હુમલો કરતા ફફડાટ મચી ગયો હતો. હુમલો થતાં મહિલાને અન્ય ખેત મજૂરોએ બચાવી લીધી હતી. ઝઘડિયા તાલુકાના પાણેથા ગામે ખેતમજૂરી કરતી ભારતીબેન તડવી પોતાના પરિવાર સાથે રહે છે. રવિવારે ભરબપોરે કામના જયમીનભાઈ પ્રજાપતિના ખેતરે કપાસ વીણવા માટે ભારતીબેન તડવી ગયા હતા. બપોરના સમયે કપાસ વણતી વખતે પાછળથી આવીને ભારતીબેન ઉપર દીપડાએ એકાએક હુમલો કર્યો હતો.

ભારતીબેનની સાથે આવેલા અન્ય ખેત મજૂરોએ આ હુમલો થતા દોડી આવી બચાવી લીધી હતી. જોકે આ સમગ્ર ઘટનાથી ખેત મજૂરો ભયનો માહોલ સર્જાયો હતો. દીપડાના હુમલામાં ભારતીબેનને ગરદન ઉપર પંજો લાગતા ઈજા થતાં તાબડતોબ ઉમલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે લઈ આવ્યા હતા. સમગ્ર ઘટનાના પગલે પણેથા ગ્રામ પંચાયત દ્વારા વન વિભાગને લેખિતમાં જાણ કરી તાત્કાલિક દીપડાને પકડવા માટે પાંજરું મુકવાની પ્રબળ માંગણી કરવામાં આવી હતી.

Most Popular

To Top