Business

ક્રેડિટ લાઈન એક પ્રકારની નાણાકીય વ્યવસ્થા છે

એક દેશે બીજા દેશને રાજ્ય તરીકે માન્યતા આપેલ હોય, કાયદા મુજબ શત્રુદેશ તરીકે જાહેરનામું બહાર ન પાડેલ હોય, વિશ્વ વ્યાપાર સંગઠન (WTO) ના સભ્ય હોય ત્યારે વેપારીઓ આવા વિદેશો સાથે મુક્ત વ્યાપાર કરી શકે છે. ભારતના વેપારીઓને પણ વિદેશમાં વ્યાપાર કરવાની કે માલ વેચવાની તક મળવી જોઈએ. ભારતના વેપારીઓને પણ વિદેશમાં મૂડી રોકાણ કરવાનો, નફો મેળવવાનો, રોકાણની સલામતીનો, ઝડપી ૠણ વસુલી, વિવાદનો નિવેડો લાવવા સ્વતંત્ર ન્યાયતંત્ર સમક્ષ જવાનો હકક છે. બે દેશોના વેપારીઓને વિવાદના નિવેડા માટે આંતરરાષ્ટ્રીય લવાદ પંચ કામ કરે છે. વ્યાપાર માટે પાણી અને વિજળીનો અખંડ સ્રોત પણ અગત્યની બાબત છે. જો સરકાર આ માટે બીજા દેશો સાથે દ્વિપક્ષીય કરાર કરી પ્લેટફોર્મ પુરું ન પાડે તો વેપારીઓના નાણાં જોખમમાં મુકાય. ક્રેડિટ લાઇન એક નાણાકીય વ્યવસ્થા છે. કંપનીઓની– વેપારીઓની બૌધિક સંપદા જેવી કે – પેટેન્ટ, ટ્રેડમાર્ક, ડિઝાઈન કે ફોર્મુલાનાં રક્ષણ કરવાની શક્તિ પર અને વિશ્વાસ પર સંશોધન અને વેપાર થઈ શકે.
અમદાવાદ         – કુમારેશ કે ત્રિવેદી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top