SURAT

પોલિયોની રસી બાદ તાવની દવા પી સુઈ ગયેલું 3 માસનું બાળક સવારે ઉઠ્યું જ નહીં

સુરત: શહેરના પાંડેસરા વિસ્તારમાં ચોંકાવનારી ઘટના બની છે. અહીં એક 3 મહિનાના બાળકનું પોલિયોની રસી પીધા બાદ મૃત્યુ નિપજ્યું છે. પરિવારજનો શોકમાં સરી પડ્યા છે.

પ્રાપ્ત માહિતી પાંડેસરામાં 3 મહિનાના બાળકને પોલિયોની રસી પીવડાવ્યા બાદ તાવ આવ્યો ને ચોથા દિવસે મોત નિપજતા પરિવાર શોકમાં ડૂબી ગયો હતો. પરિવારે કહ્યું હતું કે રાત્રે તાવની દવા પીવડાવ્યા બાદ બાળક સુઈ ગયુ હતું. જોકે સવારે ઉઠ્યું જ નહીં એટલે સિવિલ લઈ આવ્યા તો મૃત જાહેર કરી દેવાયું હતું. હતો. અંતિમ વિધિ માટે સ્મશાન ગૃહ લઈ જતા મૃત્યુનું સર્ટીફિકેટ માંગતા ફરી સિવિલ લાવવાની ફરજ પડી હતી. હાલ પોલીસ જાણ કરાઈ છે.

રાજબલમ કુમાર યાદવ (પીડિત પિતા) એ કહ્યું હતું કે, તેઓ બિહારના વતની છે. 8-10 વર્ષથી સુરતમાં રહે છે. 9 વર્ષ પહેલા લગ્ન થયા હતા. સંતાનમાં બે બાળક છે. એક દીકરી 5 વર્ષની અને પુત્ર 3 માસનો હતો. 4 દિવસ પહેલા પાંડેસરા હેલ્થ સેન્ટરમાં માસુમ પુત્ર કરણકુમારને પોલિયોની રસી પીવડાવી હતી. જોકે ત્યારબાદ તાવ આવી જતા ફરી તેને હેલ્થ સેન્ટર પર ડોક્ટર પાસે લઈ ગયા હતા.

વધુમાં જણાવ્યું હતું કે, પાંડેસરા હેલ્થ સેન્ટર પરથી ડોક્ટરોએ માસુમ કરણકુમારને આપેલી તાવની દવા પીવડાવી રહ્યા હતા. બુધવારની રાત્રે દવા પીવડાવ્યા બાદ સુઈ ગયેલો માસુમ કરણ સવારે જાગ્યો જ નહીં, ગભરાઈ ને સિવિલ લઈ આવતા મૃત જાહેર કરાયો હતો. અંતિમ વિધિ માટે લઈ જતા મૃત્યુનું સર્ટી માગવામાં આવ્યું હતું. એટલે ફરી સિવિલ આવતા પોસ્ટ મોર્ટમ બાદ જ સર્ટી મળશે એમ જણાવવામાં આવ્યું હતું. હાલ પોલીસ ને જાણ કરાઈ છે.

Most Popular

To Top