વૈચારિક મતભેદ વ્યક્તિ, વ્યક્તિએ હોઇ શકે. જેમાં પરિવાર સંસ્થા, રાજકારણ, સાહિત્ય કે અન્ય કોઇ પણ ક્ષેત્રે હોઈ શકે. પ્રત્યેક વ્યક્તિની માનસિકતા કે વિચારધારા અલગ જ હોય અને તેથી કાર્યક્ષેત્રે મતભેદ અવશ્ય ઉપસ્થિત થાય. પરંતુ એ સંજોગોમાં મનભેદ ન જ થવા દેવાય. દરેક સંજોગોમાં અમુક જ વ્યક્તિ સાચી અને સત્યના રાહ પર જ હોય એ શકય નથી અને મતભેદ કયારેક અંગત રીતે ઇર્ષ્યા અદાવતનું સ્વરૂપ ધારણ કરે એ સંપૂર્ણ અયોગ્ય કરી શકાય.
આપણા મતથી અન્ય વ્યકિત જુદો મત ધરાવે એ એની વ્યક્તિ સ્વતંત્રતા આપવું જ જોઈએ. મતિ ભિન્ન. સંત તુલસીદાસના જણાવ્યા મુજબ તુલસી ઇસ સંસારમેં ભાત ભાત કે લોગ સબ સે મીલ ઝૂલ ચલીએ નદી, નાવ સંજોગો અને જે વાત સાથે આપણે સહમત ન હોઈએ ત્યાં મૌન ધારણ કરવું એ પણ એક પ્રત્યુતર જ છે. વાદવિવાદથી સંબંધ વણસી જતા હોય તો મૌન જ સર્વાર્થ સાધનમ્. જીદ્દી અને અહંકારી વ્યક્તિને સમય જ જવાબ આપતો હોય છે. કોઇ પણ ક્ષેત્રે શાંતિ ઇચ્છતાં હોઇએ તો મતભેદ દ્વારા મનભેદ ન થવા દેવો.સમજણનો સેતુ સંબંધનો બંધ બાંધી શકે. મનભેદ માનસિક દિવાલ ચણી શકે.
સુરત – નેહા શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.