Vadodara

મૌસમ બેઈમાન : માત્ર 20 મિનિટમાં શહેરને ધોઈ નાખ્યું

વડોદરા: સામાન્ય રીતે આપણે ઘર ને સાફ સફાઈ અને ઘોવું હોય તો બે ત્રણ દિવસ લાગે પણ આખા શહેર ને સાફ કરતા મહિનાઓ નીકળી જાય પરંતુ આજે કુદરત ની અકળ લીલા એ માત્ર 20 મિનિટ મા આખા વડોદરા ને ધોઈ નાખ્યું હતું.
શહેરમા ગાજવીજ સાથે વિવિધ વિસ્તારોમાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જેમાં અલગ અલગ વિસ્તારમાં વરસાદ પડતાં અડધો ઈંચ જેટલો વરસાદ નોધાયો હતો.માત્ર 20 મિનિટ પડેલા ઝંઝાવાતી વરસાદે વડોદરા ને રીતસર ધોઈ નાખ્યું હતું.અને થોડી જ વાર મા પુર્વવત્ત શહેર નું હવામાન જોવા મળ્યું હતું. આમ કુદરતની આ કમાલને જોઈ કાળા માથાનો માનવી પણ કુદરતની આ કળાને પારખી ગયો હતો.

વડોદરા શહેર જિલ્લામાં સવારથી જ વાદળછાયું હવામાન રહ્યું હતું અને ભારે બફારો થતો રહ્યો હતો જ્યારે બપોરે ત્રણ વાગ્યા બાદ અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબકતા અનેક અનેક વિસ્તારો મા વરસાદી પાણી ભરાય ગયા હતા. જયારે વીજળી ના કડાકા ભડાકા સાથે કેટલાક વિસ્તારો મા સોપારી જેવા બરફ ના ટુકડા વરસતા વડોદરા વાસીઓમા ઉતેજના ફેલાઈ હતી અચાનક તૂટી પડેલા વરસાદ થી રોડ પર વાહન ચાલકો અને રાહદારીઓ અટવાઈ ગયા હતા. કેટલાક લોકો છત્રી અને રેઇનકોટ પહેરી ને વરસાદ ની મજા માણતા જોવા મળ્યા હતા.પ્રજાજનો હાલ બેવડી ઋતુનો અનુભવ કરી રહીયા છે. જેના કારણે બીમારી અને વાયરલ ઇન્ફેકશન નું પ્રમાણ પણ વઘી રહીયુ છે.

વડોદરા અને મધ્ય ગુજરાતમાં બે દિવસ અગાઉ વંટોળિયા સાથે પવન સહીત કમોસમી ભારે વરસાદ પડ્યો હતો. જોકે ગઈકાલે દિવસભર રહેલું વાદળીયું વાતાવરણ આજે પણ યથાવત રહ્યું હતું. સુરજદાદા સવારથી જ વાદળા વચ્ચે સંતાકૂકડી રમતાનજરે પડતાં હતા. જોકે વાદળિયા વાતાવરણને કારણે ભર ઉનાળે ગરમીમાં થોડી રાહત જણાઈ હતી પરંતુ બફારો વધુ લાગતો રહ્યો હતો. દરમિયાનમાં બપોરે ત્રણ વાગ્યા બાદ અચાનક જ વાતાવરણમાં વધુ પલટો આવ્યો અને અચાનક કમોસમી વરસાદ ઠેર ઠેર વરસાદ તૂટી પડતા વડોદરા વાસી ઓ ને મુસીબત નૉ સામનો કરવો પડ્યો હતો.આકાશ મા છવાયેલ મેઘાંડમ્બર ના કારણે વિઝીલીબિટી મા ઘટાડો થતા ભરબપોરે અંઘારપટ છવાઈ ગયું હતું. જયારે શહેર ના ઘણા વિસ્તારો મા વીજળી ગુલ થઇ ગઇ હતી.

Most Popular

To Top