નવી દિલ્હી: બોલિવૂડની (Bollywood) ફૂડી ગર્લ શ્રદ્ધા કપૂર હાલ લવ રંજનની ફિલ્મ (Film) તૂ જુઠી મે મક્કારમાં જોવા મળશે. આ પહેલા તેણે ધણી ફિલ્મો કરી છે. પરંતુ લાંબા સમય પછી લગભગ 3 વર્ષ પછી બોલિવૂડમાં આવી રહી છે. જણાવી દઈએ તે આ ફિલ્મમાં શ્રદ્ધા રણબીર સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે. આ ફિલ્મના પ્રમોશન વખતે શ્રદ્ધાએ જે વાત કહી છે તે સાંભળીને તમારા પણ હોશ ઉડી જશે. શ્રદ્ધાએ પોતાના લગ્નની વાત કહી છે. તેણે કહ્યું કે તેના આવતા મહિને લગ્ન થશે.
ફિલ્મના પ્રમોશન વખતે શ્રદ્ધાને તેના બીઝી શિડયુલ અંગે પૂછવામાં આવ્યું કે શું તે લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત છે તો તેણે જવાબ આપ્યો કે હા આવતા મહિને મારા લગ્ન છે…. તમને કેવી રીતે ખબર પડી. મુખ્ય વાત એ છે કે આ વાત કહેતી વખતે ધમાલ કરી રહી હતી. જેના પરથી કહી શકાય કે તે જુઠ્ઠુ બોલી રહી છે. જણાવી દઈએ કે હાલ શ્રદ્ધા તુ જૂઠી મે મક્કારનું પ્રોમોશન કરી રહી છે જેમાં તે જૂઠીનું પાત્રભજવી રહી છે આ પાત્રને સંબોધીને જ તેણે આ વાત કહી હતી.
મીડિયા સાથેની વાતચીત દરમિયાન શ્રદ્ધાએ ખૂબ જ મસ્તી કરી હતી. ગીતો ગાયા, ડાન્સ કર્યો અને વિચિત્ર સવાલોના ફની જવાબો પણ આપ્યા હતા. આ ફિલ્મને કારણે શ્રદ્ધા ‘જૂઠી’ બની ગઈ છે. તે કહે છે કે હવે તેણે જૂઠું બોલવાની પણ ટ્રેનિંગ આપવાનું શરૂ કરી દીધું છે. તે હવે ‘ફોલ્સ કોચિંગ ક્લાસીસ’ની પ્રિન્સિપલ બની ગઈ છે. જ્યારે શ્રદ્ધા કપૂરને પૂછવામાં આવ્યું કે તેને પહેલીવાર રણબીર સાથે કામ કરવાનું કેવું લાગ્યું. આના પર તેણે કહ્યું, “રણબીર અને લવ સર બંને ખૂબ જ ચાલાક છે. તેઓ બંને મારા વગર સીન તૈયાર કરતા હતા. જ્યારે પણ રણબીર સેટ પર આવતો ત્યારે તે શાંત રહેતો હતો, પરંતુ જેવો જ સીનને શુટ કરવાનો વારો આવતો તે ખુબ જ સારી રીતે પોતાના ડાયલોગ બોલતો. જેના કારણે હું હંમેશા રણબીરને કહેતી કે તે રટ્ટો મારીને આવ્યો છે.