Business

‘સવારી તેના સમાનની ખુદ જિમ્મેદાર’ તિરૂવન્તપુરમ-વેરાવળ એક્સપ્રેસ ટ્રેનમાંથી મહિલાનું પર્સ ચોરાયું

વલસાડ : તિરૂવન્તપુરમ વેરાવળ (Thiruvananthapuram Veraval) એક્સપ્રેસ ટ્રેનમાં (Express Train) મુસાફરી કરી રહેલી મહિલા સોના-ચાંદીના દાગીના મળીને કુલ રૂ.2.30 લાખનો મુદ્દામાલ પર્સમાં સીટ નીચે મૂકીને સૂઈ ગયા હતા. ત્યારે કોઈ ચોર ઉંઘનો લાભ લઈને મહિલાનું પર્સ ચોરી (Purse stolen) કરી ગયો હતો, જે અંગેની ફરિયાદ નોંધાઈ છે.પોલીસ સૂત્રો પાસેની મળતી માહિતી મુજબ મુંબઈના પનવેલમાં રહેતા સુનિતાબેન દશરથભાઈ મહાજન તેઓ પનવેલ રેલવે સ્ટેશન પરથી તિરુવન્તપુરમ-વેરાવળ એક્સપ્રેસ ટ્રેનમાં કોચ એસ/09માં બેસીને ભરૂચ જવા માટે નીકળ્યા હતા. ટ્રેન ચાલુ થતા સુનિતાબેન પોતાના પર્સમાં સોનાની બંગડી 4 આશરે 8 તોલા જેની કિં. રૂ.2 લાખ, રોકડ રૂ.25,000 અને એક મોબાઇલ જેની કિં.રૂ. 5000, આધારકાર્ડ અને પાનકાર્ડ મળીને કુલ રૂ.2.30 લાખનો સામાન પર્સમાં પોતાની સીટ પર મૂકીને સુઈ ગયા હતા.

મહિલા ટ્રેનમાં ઊંઘી રહી હતી તેનો લાભ તસ્કરો ઉઠાવી ગયા
ટ્રેન વલસાડ આવતાં કોઈ ચોર ઈસમ સુનિતા બેનનો ઊંઘનો લાભ લઈને ટ્રેન ચાલુ થતા તે પૈસા ભરેલું પર્સ લઈને ભાગી છુટ્યો હતો. મહિલાએ ચોરી થઈ હોવાની ફરિયાદ રેલવે ઇન્કવાયરીમાં ફોન કરીને જાણ કરતાં આરપીએફની ટીમે ચોર સામે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

આજે વાપી-ઉદવાડા રેલવે સ્ટેશન વચ્ચે દોઢ કલાકનો બ્લોક, અમુક ટ્રેનો મોડી દોડશે
વાપી : વેસ્ટર્ન રેલવે દ્વારા વાપી-ઉદવાડા વચ્ચે પસાર થતા એક માર્ગની ઉપર પુલ નિર્માણ માટે 4 ગર્ડર મુકવાનું કામ થનાર હોવાથી 24મી ડિસે. શનિવારે સવારે 11:45થી 13:15 સુધી દોઢ કલાકના સમયગાળા દરમિયાન અપ અને ડાઉન લાઈનની કેટલીક ટ્રેનો મોડી પડશે. આ બ્લોકના કારણે ટ્રેન નં.12926 અમૃતસર-મુંબઈ પશ્ચિમ એક્સપ્રેસ 1 કલાક 15 મિનિટ, ટ્રેન નં. 22954 અમદાવાદ-મુંબઈ ગુજરાત એક્સપ્રેસ 40 મિનિટ, ટ્રેન નં. 12494 નિઝામુદ્દીન-પૂના એસી એક્સપ્રેસને 40 મિનિટ, ટ્રેન નં. 09154 વલસાડ-ઉમરગામ મેમુ 1 કલાક, ટ્રેન નં.19015 દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસને 40 મિનિટ અને ટ્રેન નં. 09153 ઉમરગામ-વલસાડ મેમુ 20 મિનિટ લેટ મોડી દોડશે. જેથી દરેક યાત્રિકોએ આ પરિવર્તનને ધ્યાનમાં લઈ યાત્રા કરવી, એવું અખબારી યાદીમાં જણાવાયું છે.

ઉમરગામ રેલવે સ્ટેશનેથી મોટર સાયકલની ઉઠાંતરી
ઉમરગામ : ઉમરગામ સ્ટેશનેથી મોટર સાયકલની ચોરી થઈ હોવાના બનાવની પોલીસ ચોપડે ફરિયાદ નોંધાવવા પામી છે.
પ્રાપ્ત સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ ઉમરગામ રેલવે સ્ટેશનની ઉત્તરમાં આવેલી એસબીઆઇ બેન્કના એટીએમ આગળ ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલી પલસર મોટરસાયકલ કિંમત રૂપિયા 65,000 ની ગતરોજ ચોરી થવા પામી હતી આ બનાવની વાપી રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top