માંડવી: માંડવી (Mandvi) -કીમ (Kim) રોડ પર આવેલા ઉશ્કેર (Ushker) ગામેથી વાઘના (Tiger) ચામડા (skin) સાથે ત્રણ આરોપીને વન વિભાગે (Forest Department) દબોચી લેતાં હલચલ મચી ગઈ હતી. સુરત (Surat) નાયબ વન સંરક્ષક પુનિત નૈયર માર્ગદર્શન મુજબ વ્યારા (Vyara) વન વિભાગના અધિકારી તથા વન કર્મચારીઓની અલગ અલગ ટીમ બનાવી બાતમીવાળી જગ્યા પર વ્યારા ડિવિઝનના સ્ટાફ મારફતે રેકી કરી માંડવી તાલુકાના ઉશ્કેર ગામે રહેતા જેઠા જહા સાટિયાના ઘરે રેડ (Raid) પાડી હતી.
- વ્યારા અને માંડવી વન વિભાગની કાર્યવાહી, 4 મોબાઇલ સહિત ચામડું કબજે
- વાઘના ચામડાને પરીક્ષણ માટે દેહરાદૂન ખાતે ‘wild Life Institute of india’ મોકલવાની કાર્યવાહી
દરમિયાન વન્ય પ્રાણી વાઘ ચામડું નંગ-1 સાથે ત્રણ આરોપી જેઠા સાટિયા (ઉં.વ.25) (ધંધો-પશુપાલન), ધીરુ સોમા ગામીત (ઉં.વ.54) (રહે.,બોરસદ) (ધંધો-ખેતી), રાજુ ગંજી ગામીત (ઉં.વ.38) (રહે.,ચીખલદા) (ધંધો-રેતી) સ્થળ પરથી ઝડપાતાં પ્રાથમિક પૂછપરછ કરી માંડવી વન કચેરીના દક્ષિણ રેન્જના RFO એચ.જે.વાંદાએ તા.7 જુલાઈએ વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ-1972 મુજબ ગુનો નોંધ્યો હતો. સાથે આગળની તપાસમાં આરોપીને કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. મુદ્દામાલ સાથે ઝડપાયેલા આરોપીના મોબાઈલ નંગ-4ને કબજે લઈ તથા વાઘના ચામડાને પરીક્ષણ માટે ‘wild Life Institute of india’ દેહરાદૂન ખાતે મોકલવાની કાર્યવાહી કરી હતી.
મનપાએ છેલ્લા 1 માસમાં 200થી વધુ રખડતા ઢોર પકડી આરએફઆઈડી ટેગ લગાવ્યા
સુરત: જાહેર રસ્તાઓ, માર્ગો પર રખડતા ઢોરોના કારણે માર્ગ અકસ્માતમાં વ્યક્તિઓના મૃત્યુ સહિત ટ્રાફિકની અનેક સમસ્યાઓ સર્જાય છે. જેના કારણે રખડતા ઢોરોનું ફરજીયાત રજીસ્ટ્રેશન કરવા માટે સરકાર દ્વારા એલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. જેથી રખડતા ઢોર પકડાય તો તેઓના ટેગ પરથી માલિકની જાણ જલદીથી થઈ શકે. રાજ્ય સરકાર દ્વારા પશુપાલકોને 30 મીમે 2022 સુધીમાં પશુઓનું ફરજીયાત રજીસ્ટ્રેશન કરવા અલ્ટીમેટમ આપ્યું હતું તેમ છતાં ઘણા પશુપાલકોએ પશુઓનું રજીસ્ટ્રેશન કર્યુ નથી. જેને પગલે હવે મનપા દ્વારા જે પણ રખડતા ઢોર પકડાય અને તેઓને આરએફઆઈડી ટેગ લગાડવાના બાકી હોય તો તેમને ટેગ લગાડીને દંડ વસુલ કરવામાં આવી રહ્યા છે.
- ટેગ પરથી રખડતાં ઢોરોના માલિકની જાણ જલદીથી થઈ શકેશે : પશુઓનું 30મી મેનું ફરજીયાત રજીસ્ટેશનનું અલ્ટીમેટમ પૂર્ણ થયું
- અનેક પશુપાલકોએ પશુઓને આરએફઆઈડી ટેગ નહીં લગાવતાં આખરે આ કામગીરી પાલિકાએ જાતે શરૂ કરી
રખડતાં ઢોરોનાં ત્રાસને પગલે ટ્રાફિકની સમસ્યા પણ થઈ રહી છે તેમજ રખડતાં ઢોરોનાં કારણે અકસ્માતના બનાવો પણ સતત વધી રહ્યા છે ત્યારે આખરે તંત્ર દ્વારા પશુપાલકો સામે લાલ આંખ કરીને એક જાહેરનામું બહાર પાડ્યું હતું અને ફરજીયાત રજીસ્ટ્રેશન કરવા અલ્ટીમેટમ આપ્યું હતું તેમ છતા ઘણા ઢોરોને આરએફઆઈડી ટેગ લગાડાયા નથી ત્યારે જે રખડતા ઢોરો પકડાઈ રહ્યા છે તેઓને ટેગ લગાડીને જ પશુપાલકોને સોંપવામાં આવી રહ્યા છે અને દંડરૂપે ચાર્જ પણ વસુલવામાં આવી રહ્યો છે. છેલ્લા 1 માસમાં મનપા દ્વારા 200 થી વધુ આવા પશુઓને ટેગ લગાડવામાં આવ્યા છે.