જંબુસર: જંબુસરના (Jambusar) નાડા (Nada) ગામે રહેતી પરિણીતા શુક્રવારે સાંજે 7 વાગ્યે ઘરે એકલી હતી. એ વેળા ગામનો સરપંચ જીતસંગ ગોરધનભાઈ દેસાઈ અચાનક ઘરમાં ઘૂસી આવી ઈજ્જત લૂંટવા, છેડતી (Molestation) કરી હતી. પરણીતાએ બચાવોની બુમો પાડતાં સરપંચના બંને ભાઈ સરજુગ ગોરધનભાઈ દેસાઈ અને વિજય ગોરધનભાઈ દેસાઈ દોડી આવ્યા હતા. ત્યારે પરિણીતાનો પતિ (Husaband) અને તેમનો મિત્ર બચાવવા આવી પહોંચતા સરપંચ અને તેના બંને ભાઈઓએ ઢીકાપાટુંનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી (Threat) આપી હતી. પરિણીતાએ જંબુસર પોલીસમાં સરપંચ અને બે ભાઈ વિરૂદ્ધ છેડતી, મારામારી અને જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરિયાદ આપી હતી.
‘તું કેડબરી જેવી છે’ કહી કિશોરીની છેડતી કરનાર દુકાનદાર સામે પોક્સોનો ગુનો દાખલ
સુરત : મોટા વરાછાના મુરલીધર, તુલસ આર્કેડ ખાતે 11 વર્ષની કિશોરીની છેડતી કરનાર દુકાનદાર સામે અમરોલી પોલીસમાં પોકસો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. નવ વર્ષની કિશોરી દુકાને કેડબરી લેવા ગઈ હતી ત્યારે દુકાનદારે ખભા પર હાથ ફેરવી છેડતી કરી. આ મામલે અસરગ્રસ્ત કિશોરીના પિતાએ દાખલ કરાવેલી ફરિયાદ અનુસાર તેઓના શોપિંગ સેન્ટરમાં જી 4 દુકાનમાં તેમની દિકરી કેડબરી લેવા ગઇ હતી. તે દરમિયાન દુકાનદાર તુષાર પરેશભાઇ ધામલિયાએ કિશોરીને ‘તું કેડબરી જેવી છે’ કહીને કિશોરીના ખભા તથા ચહેરા પર હાથ ફેરવ્યો હતો. કિશોરીએ ત્વરીત જ આ મામલે તેના પિતાને જાણ કરી હતી. તેના પિતાએ ત્વરીત દુકાનમાં આવીને દુકાનદાર તુષારને ખખડાવ્યો હતો. આ ઉપરાંત આજુબાજુ લોકો ભેગા થઇ જતા પોલીસ બોલાવી પડી હતી. દરમિયાન આ મામલે અમરોલી પોલીસે દુકાનદરા તુષારની ધરપકડ કરીને તેની સામે પોકસો હેઠળ ગુનો દાખલ કર્યો હતો.
ઉમરગામના કરમબેલીમાં રસ્તાની જૂની અદાવતમાં મારામારી
ઉમરગામ : ઉમરગામના કરમબેલીમાં રસ્તાની જૂની અદાવતમાં મારામારીના બનાવની પોલીસ ભીલાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા પામી છે. ઉમરગામ તાલુકાના કરમબેલી ગામે માહ્યાવંશી ફળિયામાં રહેતા કપિલ ધનસુખ રાઠોડ, મંથન ઉર્ફે મોન્ટુ કપિલ રાઠોડ અને કૃતિકા કપિલ રાઠોડે એક સંપ થઇ શુક્રવારે સાંજના સાડા ચારેક વાગ્યાના સુમારે કરમબેલી કે કે ફળિયામાં કાચા રસ્તા ઉપર ફરિયાદી સુધીર કાંતિલાલ પટેલ અને તેના પિતા કાંતિલાલ પટેલ તથા તેની માતા સાથે ઝઘડો તકરાર કરી ગાળો આપી માર માર્યો હતો. મંથન ઉર્ફે મોન્ટુએ પથ્થર લઈ કાંતિભાઈને માથાના ભાગે માર મારી ગંભીર ઇજા પહોંચાડી હતી અને જાનથી મારી નાંખવાની ધમકી આપી નાસી ગયા હતા. કાંતિભાઈને માથાના ભાગે ગંભીર ઈજા થતાં વાપીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. આ બનાવની ભીલાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ સુધીર કાંતિલાલ પટેલે આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.