વડોદરા: રાજ્યનાં મુખ્ય મંત્રી (cm)આજે એક કોમન મેન બનીને લોકો (people)વચ્ચે તેઓની સમસ્યા જાણવા પહોંચી જતા આશ્ચર્ય ઉભું થયું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) આજે સવારે અચાનક જ વડોદરાના (Vadodara) આજવા રોડ પર આવેલા એકતાનગર (Ekatanagar) ઝુપડપટ્ટીની (slums) મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી તેઓના વિસ્તારમાં આવ્યા હોવાની જાણ થતા લોકો દોડી આવ્યા હતા અને પોતાના વિસ્તારમાં થતી સમસ્યા અંગે રજૂઆત કરી હતી.
એકતાનગર ઝુંપડપટ્ટીનાં સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે,સાહેબ ગરીબ લોકો માટે પાણી અને ગટરનું કંઈક કરી આપો. તમે તો સીએમ છો, અને અમારા એકતાનગર આવ્યા છો, બાકી કોઇ અમારા વિસ્તારમાં આવવા રાજી નથી. તમારી મહેરબાની કે તમે અમારે ત્યાં આવ્યા છો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સવારે 9:30 વાગ્યે અચાનક જ વડોદરા શહેરના આજવા રોડ પર આવેલી એકતાનગરની ઝુપડપટ્ટીની મુલાકાત લીધી હતી. સીએમની સરપ્રાઈઝ વિઝીટ અંગે કોઈપણ રાજકીય અગ્રણીઓને મુલાકત અંગે જાણ ન હોવાનું જણાવ્યું હતું. મુખ્યમંત્રીની અચનાક મુલાકાતથી સ્થાનિક સહિત રાજકીય અગ્રણીઓ પણ અચંબામાં પડી ગયા હતા. આ દરમિયાન વૃદ્ધ મહિલા સહિત સ્થાનિકોએ પોતાના વિસ્તારની મુશ્કેલીઓ અંગે સીએમને રજૂઆત કરી હતી. મુખ્યમંત્રીએ પણ સ્થાનિકોની રજૂઆત સાંભળી જે કઇ પણ મુશ્કેલીઓ છે તેને દૂર કરવાની હૈયાધારણા આપી હતી.
એકતાનગરની સરપ્રાઈઝ મુલાકાતથી સ્થાનિકો લોકોમાં ખુશી જોવા મળી હતી. સ્થાનિક લોકોએ પાણી અને ગટરની સમસ્યા અંગેની રજૂઆત સીએમને કરી હતી. તો બીજી તરફ સ્થાનિકો સહિત રાજકીય અગ્રણીઓ પણ અચંબામાં મુકાય ગયા હતા. આમ આજે મુખ્યમંત્રીની ઓચિંતી મુલાકાતથી સૌ કાઇ ચોંકી ગયા હતા. ફિલ્મ નાયકના અનિલ કપૂરની જેમ જ સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ એક કોમન મેનની જેમ વડોદરા શહેરની આજવા રોડ પર આવેલી એકતાનગરની ઝુપડપટ્ટીની મુલાકાત લઈ સ્થાનિકો સાથે સીધી વાતચીત કરી હતી.
સીએમ પટેલ અમદાવાદ વિમાની મથકેથી રાષ્ટ્રપતિને જામનગર જવા વિદાય આપ્યા બાદ અચાનક જ આ ગ્રામીણ વિસ્તારોની મુલાકાતનો નિર્ણય કર્યો હતો અને રાજ્યના મુખ્ય સચિવ પંકજકુમાર સાથે અમદાવાદથી કારમાં સુખાલીપુરા ગામે પહોચ્યા હતા. આ અંગે સીએમએ કોઇ પણ સરકારી અધિકારીને જાણ કર્યા વિના વડોદરાના આ સુખાલીપુરા ગામે આવી પહોંચ્યા હતા.સીએમ ભૂપેનદ્ર પટેલને જાઈને ગ્રામજનો અચંબામાં પડી ગયા.
મુખ્યમંત્રીએ કહ્યું કે જો હું પહેલાથી જાણ કરી હોત તો તમે બધી તૈયારી કરી રાખી હતી પણ મારે તો વાસ્તવિક સ્થિતિ જાણવી હતી. સીએમ ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ વિમાની મથકેથી રાષ્ટ્રપતિને જામનગર જવા વિદાય આપ્યા બાદ અચાનક જ આ ગ્રામીણ વિસ્તારોની મુલાકાતનો નિર્ણય કર્યો હતો, અને કોઇને પણ જાણ કર્યા વિના અમદાવાદ, વડોદરા હાઇ-વે પર થઇને સુખાલીપુરા પહોચી ગયા હતા.