રાજસ્થાન: સોશિયલ મીડિયા (Social media) પર અલગ-અલગ પોઝની સેલ્ફી (Selfie) અપલોડ (Upload) કરવાનો ક્રેઝ ક્યારેક જીવલેણ સાબિત થાય છે. આવી જ એક ઘટના રાજસ્થાનના (Rajasthan) ધોલપુરમાં સામે આવી છે. ધોલપુરમાં સેલ્ફી લેવાની કોશિશમાં એક કોલેજિયનનું મોત (Death) થઈ ગયું હતું. મોત બાદ પરિવાર વિદ્યાર્થીના ગુપ્ત રીતે અંતિમ સંસ્કાર કરવાની કોશિશ કરી રહ્યો હતો, પરંતુ પોલીસને જાણકારી મળતાં મૃતદેહ પોલીસે કબજે કર્યો હતો.
- સોશિયલ મીડિયા પર સેલ્ફી અપલોડ કરવાનો ક્રેઝ ક્યારેક જીવલેણ સાબિત થયો
- મોબાઇલ ક્લિકના બદલે ગેરકાયદે બંદૂકનું ટ્રિગર દબાવી દેતાં ઘટનાસ્થળે જ મોત
પોલીસના જણાવ્યા મુજબ, ધોલપુર જિલ્લામાં ઉમરેહ ગામમાં રામબિલાસ મીણાનો પુત્ર સચિન મીણા (19) રવિવારે સવારે ઘરની નજીકના એક ખેતરમાં ગેરકાયદે એક દેશી બંદૂક (કટ્ટા) સાથે સેલ્ફી લઈ રહ્યો હતો. દરમિયાન મોબાઇલ પર ક્લિક કરવાને બદલે બીજા હાથમાં રાખેલી બંદૂકનું ટ્રિગર દબાવી દેતાં માથાના ફુરચેફુરચા ઊડી ગયા હતા.
ડોક્ટરો દ્વારા યુવકને મૃત ઘોષિત કરતાં જ પરિવારજનો કાયદેસરની કાર્યવાહી કરવાને બદલે મૃતદેહ ઘરે લઈ જવાની કોશિશ કરી રહ્યા હતા. દરમિયાન પોલીસને ઘટનાની જાણ થતાં મૃતદેહને ઘરે લઈ જઈ રહેલા વાહનને બારી સદર પોલીસ સ્ટેશન પર રસ્તામાં અટકાવી મૃતદેહનો કબજો મેળવી સરકારી હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યો છે.
ઉત્તર-પશ્ચિમ ભારતમાં સખત ઉનાળો જામવા માંડ્યો: રાજસ્થાનમાં હિટવેવની આગાહી
જયપુર, તા. 13 : ઉત્તર અને પશ્ચિમ ભારતના અનેક વિસ્તારોમાં સખત ગરમી શરૂ થઇ ગઇ છે. ગુજરાત સહિતના રાજ્યોમાં હોળી પહેલા જ કાળઝાળ ગરમી શરૂ થઇ ગઇ છે.રાજસ્થાનના મોટા ભાગના સ્થળોએ દિવસનું મહત્તમ તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસથી ઉપર રહેવા સાથે રવિવારે રાજ્યના મોટા ભાગમાં પારો ઉંચકાયો હતો.બાડમેરમાં તો મહત્તમ તાપમાન 40.3 ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી ગરમ સ્થળ રહ્યું હતું. આ જ પ્રમાણે રાજ્યના મોટા ભાગના સ્થળોએ મહત્તમ તાપમાન 33.8થી 39.3 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે નોંધાયું હતું.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં રાજ્યના મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે. જ્યારે 16-17 માર્ચે દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનમાં કેટલાક સ્થળોએ હીટવેવની શક્યતા છે.રાજ્યમાં રાત્રિના તાપમાનમાં પણ વધારો નોંધાયો હતો. શનિવારે બાડમેરમાં રાત્રિનું તાપમાન 22.5 ડિગ્રી સેલ્સિયસ, ફલોદીમાં 22.2 ડિગ્રી સેલ્સિયસ, જેસલમેરમાં 21.3 ડિગ્રી સેલ્સિયસ, બિકાનેરમાં 19.9 ડિગ્રી સેલ્સિયસ, જયપુરમાં 19.5 ડિગ્રી સેલ્સિયસ, જોધપુરમાં 19.1 ડિગ્રી સેલ્સિયસ અને ટોન્કમાં 19 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.રાષ્ટ્રીય રાજધાનીમાં રવિવારે મહત્તમ તાપમાન 32.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જે સીઝનના સામાન્ય કરતાં 3 ડિગ્રી વધુ છે, એમ ભારતીય હવામાન ખાતાએ કહ્યું હતું.
બીજી બાજુ લઘુત્તમ તાપમાન 16.2 ડિગ્રી સે. નોંધાયું હતું જે સીઝનના સામાન્ય કરતાં 1 ડિગ્રી વધુ છે, એમ તેણે કહ્યું હતું.દિલ્હીની વાયુ ગુણવત્તા ‘મધ્યમ’ વર્ગમાં નોંધાઈ હતી. 24 કલાકનો સરેરાશ વાયુ ગુણવત્તા ઈન્ડેક્સ (એક્યુઆઈ) સાંજે 4 વાગે 193 થયો હતો, એમ કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે જણાવ્યું હતું. હવામાન ખાતાએ સોમવાર માટે સાફ આકાશની આગાહી કરી હતી. અહીં મહત્તમ અને લઘુત્તમ તાપમાન ક્રમશ: 33 ડિગ્રી સે. અને 16 ડિગ્રી સે.ની આસપાસ રહેશે.