વલસાડ : (Valsad) ઉમરગામની (Umargam) પરિણીત મહિલાનો (Married woman) વોટ્સએપ (Whats app) ઉપર ન્યુડ વિડીયો (Nude Video) ઉતારીને બ્લેકમેઇલ (Blackmail) કરતા યુવકને સાયબર ક્રાઇમ (Cyber crime) પોલીસની (Police) ટીમે જૂનાગઢથી (Junagadh) ધરપકડ (Arrest) કરી છે. ઉમરગામની પરિણીત મહિલા સોશિયલ મીડિયામાં એક્ટિવ હોય શેર ચેટ એપ્લિકેશન ઉપર જુનાગઢ ત્રિલોકનગર સાંઈબાબા મંદિરની સામે રહેતો રમેશ દેવશી ઓડેદરાએ મિત્રતા કરી હતી. રમેશ જૂનાગઢની એક હોટલમાં નોકરી કરે છે. બંને જણા શેરચેટ ઉપર રોજ વાતો કરતા બંનેએ એકબીજાને મોબાઇલ નંબર આપીને વોટ્સએપ કોલિંગ ઉપર વિડીયો કોલ કરતા હતા. એક દિવસ બંને કપડાં કાઢીને એકબીજાને વિડીયો કોલ કર્યો હતો. જેમાં રમેશે વિડીયોકોલ ઉપર પરિણીત મહિલાનો સ્ક્રીન રેકોર્ડિંગ કરીને ન્યુડ વિડીયો બનાવી લીધો હતો. ત્યારબાદ રમેશનું પોત પ્રકાશ્યું હતું. તેણે પરિણીતાને બ્લેકમેલ કરવાનું ચાલુ કરતા મહિલાએ પોતાના પતિને જાણ કરી હતી. ત્યારબાદ પતિ સાથે મહિલાએ વલસાડ સાયબર ક્રાઈમ પોલીસ મથકે આવીને રમેશ સામે ફરિયાદ દાખલ કરાવી હતી. ફરિયાદના આધારે અને પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલા અને ડીવાયએસપી એમ.એન ચાવડા માર્ગદર્શન હેઠળ સાઇબર ક્રાઇમના ઇસ્પેક્ટર જાડેજાએ ટીમ બનાવીને ટેક્નિકલ વર્કઆઉટ કરી પંદર દિવસમાં આરોપી રમેશની જુનાગઢથી ધરપકડ કરી હતી.
મહિલાઓએ ચેતવાની જરૂર
ઉમરગામની પરિણીતાને જૂનાગઢના યુવાને સોશિયલ મીડિયા ઉપર વાતમાં ભોળવીને તેનો ન્યુડ વિડીયો ઉતારીને બ્લેકમેલ કરી હતી. પરિણીતાઓ કે યુવતીઓ સોશિયલ મીડિયામાં પોતાના અંગત ફોટો મૂકીને ક્રાઇમને દસ્તક આપે છે. તેવું આ કિસ્સાથી લાગી રહ્યું છે. રમેશ સોશિયલ મીડિયામાં એક્ટિવ હોય તે સોશિયલ મીડિયા ઉપર સારી છોકરીઓ દેખાતી હોય તેમને મેસેજ કરીને વિશ્વાસમાં લઈને વાતમાં ભેરવી વીડિયો ઉતારીને બ્લેકમેલ કરતો હતો. જોકે સોશિયલ મીડિયામાં આવા ઘણાં રમેશ યુવતીઓને ફસાવીને બ્લેક મેઇલ કરતા હોય છે તેનાથી મહિલાઓએ ચેતવાની જરૂર છે.
રમેશના ઇસ્ટાગ્રામ શેરચેટ ઉપર બે-બે એકાઉન્ટ
ઉમરગામની પરિણીતાનો વિડીયો ઉતારીને બ્લેકમેલ કરનાર જૂનાગઢના રોમિયો રમેશના ઇન્સ્ટાગ્રામ અને શેરચેટ ઉપર બે બે એકાઉન્ટ હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું છે. રમેશનો મોબાઈલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. તેના મોબાઈલમાંથી વોટ્સએપ ઉપર 25 છોકરીઓ સાથે ચેટિંગ કર્યુ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. તેના સંખ્યાબંધ મેસેજ પણ મળી આવ્યા છે.