Vadodara

6 ફાયર સ્ટેશનો પર 750 કર્મચારીઓની ઘટ

વડોદરા: વડોદરા શહેરમાં ચોવીસ કલાક ખડે પગે રહેનાર ફાયર બ્રિગેડ ને શહેરીજનોની દરેક મુસીબતો માંથી બચાવતા હોય છે. તેવા ફાયર બ્રિગેડને મુસીબતોમાંથી કોણ બચાવશે તે એક સવાલ ઉભો થયો છે. હાલ વડોદરા શહેરમાં ૬ ફાયર સ્ટેશન આવેલા છે. જેમાં કુલ ૨૬૯નો સ્ટાફ કાર્યરત છે ત્યારે ફાયર બ્રિગેડને હાલ ૯૦૦ ફાયર બ્રિગેડ કર્મચારીની જરૂર છે જેથી ફાયર ફાયટરોને પણ કામગીરીમાં રાહત મળી શકે પરંતુ હાલ જે ફાયર બ્રિગેડ જે મુસીબત માં છે તે મુસીબતમાંથી કોણ બચાવશે તે પ્રશ્ન લોક મુખે ચર્ચાય રહ્યું છે.

છેલ્લા કેટલાક સમયથી ફાયર બ્રિગેડના હાલના કર્મચારીઓ પોતાની નિષ્ઠાપૂર્વક પોતાની જવાબદારી પૂર્ણ કરે છે. શહેરીજનો પર કોઈ પણ જાતની મુસીબત આવે ત્યારે ચોવીસ કલાક ખડેપગે ઉભા રહેતા હોય છે અને મુસીબત માંથી બહાર કાઢતા હોય છે. તેવા ફાયર બ્રિગેડ જ હાલ સ્ટાફને લઈને મુસીબતમાં છે છતાં પણ તેમની વ્હારે કોઈ આવતું નથી. બે વર્ષ આગાઉ મહાનગર પાલિકા દ્વારા 4 ફાયર સ્ટેશન ઓફિસરની ભરતી પ્રક્રિયાની જાહેરાત કરવામાં આવી હતી છતાં પણ તેની પર આજ દિન સુધી કોઇપણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી. જે ઉમેદવારોએ ભરતી પ્રક્રિયામાં ભાગ લીધો હતો તેઓને ફિઝિકલ ટેસ્ટ સહિતની કોઇપણ કાર્યવાહી આજદીન સુધીની બોલાવવામાં આવ્યા નથી.

શહેરના દાંડીયાબજાર સ્થિત ફાયર ઓફીસમાં કર્મચારીઓને બેસવા માટે પણ પુરતી વ્યવસ્થા કરવામાં આવી નથી. ફાયર કર્મચારીઓને બેસવા માટે આમ તેમ વલખા મારવા પડે છે અને ફાયર સ્ટેશનના સાધનો પણ વરસાદમાં તાપમાં તપતા જોવા મળે છે. છતાં પણ તેની પર કોઈપણ તંત્રની નજર પડતી કેમ નથી? તે એક પ્રશ્ન શહેરીજનો માટે માથાનો દુખાવા સમાન બની ગયો છે. કરોડો રૂપિયાના ખર્ચે બદામડી બાગ ખાતે સીટી કમાન્ડ સેન્ટર બનાવવામાં આવ્યું છે છતાં પણ ત્યાં ફાયરના કોઇપણ વ્હીકલ મુકવા માટેની સુવિધા કરવામાં આવી નથી.

હાલ વડોદરા શહેરમાં છ ફાયર સ્ટેશનનો આવેલા છે તેમાં ૨૬૯ જેટલો સ્ટાફ હાલ કર્યરત છે પરંતુ તેમાં ૯૦૦ ફાયર કર્મચારીઓની જરૂર હોવાનું માલુમ પડ્યું છે. શહેરના ૬ ફાયર સ્ટેશનોમાં ફક્ત ત્રણ ફાયર સ્ટેશન ઓફિસરો છે જેમાં એક ફાયર સ્ટેશન ઓફિસરને તો સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. વડોદરા શહેરમાં આશરે 20 લાખથી વધુની વસ્તી વચ્ચે ફક્ત બે ફાયર સ્ટેશન ઓફિસર અને ૨૬૯નો સ્ટાફ કાર્યરત છે. છેલ્લાં કેટલાક સમયથી ઓછા સ્ટાફ સાથે પણ ફાયર બ્રિગેડ શહેરમાં દરેક ઉત્સવોમાં ખડે પગે ફરજ નિભાવે છે. પરંતુ ૯૦૦ ફાયર ફાયટરોની હાલ વડોદરા ફાયર બ્રિગેડને જરૂર છે.

Most Popular

To Top