Gujarat Main

સ્કૂલ ચલે હમ: ગુજરાતમાં કોરોના કેસોમાં ઘટાડો થતા હવે ધોરણ 6થી 8ની સ્કૂલો શરૂ કરવા માટેનો નિર્ણય

ગાંધીનગર:  ગુજરાત (Gujarat)માં કોરોના વાયરસની (Coronavirus) અસર ધીમી પડતા રાજ્ય સરકાર (state govt) દ્વારા એક મહત્તવનો નિર્ણય (decision) લેવાયો છે.  ધોરણ 6થી 8ની સ્કૂલો ગુરુવારથી શરૂ કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. શાળાઓમાં 50 ટકા કેપેસિટી (Half capacity) સાથે વિદ્યાર્થીઓ (students)ને બોલાવવામાં આવશે. 

ગુજરાતમાં કોરોના મહામારીને કારણે સ્કૂલોમાં ઓનલાઈન શિક્ષણ (online education) શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ જાન્યુઆરી બાદ કોરોનાના કેસો નિયંત્રિત થતાં સરકારે ફરીવાર સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ (regular class) શરૂ કરવાની જાહેરાત કરી હતી. જેમાં પ્રથમ ધોરણ 12 બાદમાં 9 થી 11 અને હવે ધોરણ 6 થી 8 ઓફલાઇન વર્ગો ચાલુ કરવા (schools reopening) અંગે આખરે રાજ્ય સરકારે નિર્ણય લઈ લીધો છે. રાજ્યમાં ધોરણ 6થી 8ના વર્ગો ગત 18 ફેબ્રુઆરી 2021ના રોજ શરૂ કરવામાં આવ્યા હતા. એ સમયે બાળકોને માસ્ક, સેનિટાઈઝર, ઓક્સિમીટર, થર્મલગન દ્વારા ચેકિંગ કરીને પ્રવેશ આપવામાં આવ્યો હતો. એ સમયે 40ની કેપેસિટીવાળા ક્લાસમાં 10 જ બાળકને બેસાડવામાં આવ્યાં હતાં, પરંતુ માર્ચ મહિના બાદ કોરોનાની બીજી લહેર શરૂ થતાં ફરીવાર સ્કૂલો બંધ કરવી પડી હતી.

ત્યારે કોરોનાની બીજી લહેર હવે સમાપ્ત થવાને આરે હોય ફરી શિક્ષણ જગત હરકતમાં આવી ગયું છે, અને મહામારી સામે જ્ઞાનનું સ્તર ઉંચુ કરવા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જાહેરાત કરી કે, ગુજરાતમાં 2 સપ્ટેમ્બરથી ધોરણ 6 થી 8 ના ઓફલાઈન વર્ગો શરૂ કરવામાં આવશે. સામાન્ય રીતે લેવાતા નિર્ણય મુજબ જ મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને કેબિનેટ બેઠકમાં ધોરણ 6 થી 8ની શાળાઓ 2જી સપ્ટેમ્બર ગુરુવારથી શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. સાથે જ 30 હજાર કરતાં વધુ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ શરૂ કરાશે. આ સાથે જ ગુજરાતમાં 32 લાખ વિદ્યાર્થીઓ શિક્ષણ કાર્યનો પ્રારંભ થશે. સાથે જ હાલ ગુજરાતમાં સૌથી વધુ ચર્ચાઈ રહેલા શિક્ષક સજ્જતા સર્વેક્ષણ મામલે શિક્ષણમંત્રીએ કહ્યું કે, શિક્ષક સજ્જતા સર્વેક્ષણ આખા દેશમાં હકારાત્મક પહેલ ગુજરાતે કરી છે.

આ માટે 38 ટકા શિક્ષકોએ સર્વેક્ષણમાં ભાગ લીધો એ તમામ ભાઈ-બહેનોને હું દિલથી અભિનંદન આપું છું. આ ફરજિયાત ન હતું, પણ મરજીયાત હતું. તેની કોઈપણ પ્રકારની સેવા પોથીમાં કેરિયરમાં નોંધ પણ થવાની નથી. દરમિયાન આ સંજોગોમાં 38% શિક્ષકો હાજર રહ્યા છે, બાકીના ભવિષ્યમાં પણ આ પ્રકારની સર્વેક્ષણ પદ્ધતિમાં જોડાય તેવો પ્રયત્ન કરવામાં આવશે. આ સર્વેક્ષણ ખૂબ સારું રહ્યું તેઓ શિક્ષકોએ પ્રતિસાદ આપ્યો છે. 

Most Popular

To Top