National

દિલ્હીનાં નોઈડામાં દીવાલ પડી જતા 4 મજુરોનાં મોત

નવી દિલ્હી: દિલ્હીના નોઈડામાં નિર્માણાધીન દિવાલ ધરાશાયી થતા મોટો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ, બાઉન્ડ્રી વોલના ડ્રેઇન રિપેરિંગ દરમિયાન બાઉન્ડ્રી વોલનો 200 મીટર જેટલો ભાગ પડી જવાના કારણે આ અકસ્માત સર્જાયો હતો. ત્યાં કુલ 12 મજૂરો કામ કરી રહ્યા હતા. જે દટાઈ ગયા હતા. જો કે તેઓને બચાવી લેવાયા છે. સ્થાનિક લોકોની સૂચના પર પોલીસ અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને કાટમાળ હટાવવાની કામગીરી શરુ કરી હતી.

12 લોકોને બચાવી લેવાયા
સેક્ટર-21ની જલવાયુ વિહાર સોસાયટીમાં એક દિવાલ ધરાશાયી થઈ ગઈ, જેના કારણે 4 મજૂરોના મોત થયા છે. કાટમાળ નીચે દટાયેલા 12 લોકોને બચાવી લેવાયા છે. આ અકસ્માત મંગળવારે સવારે 10 વાગ્યાની આસપાસ થયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે અહીં મજૂરોની એક ટીમ ગટર સાફ કરવા માટે કામ કરી રહી હતી. આ દરમિયાન અચાનક દિવાલ કામદારો પર પડી ગઈ . સ્થળ પર હાજર સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી અને થોડી જ વારમાં પોલીસ-પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અકસ્માત બાદ પ્રશાસનની સાથે સ્થાનિક લોકો પણ બચાવ કાર્યમાં જોડાયા હતા. ઘટનાના પગલે સ્થળ પર અરાજકતાનો માહોલ સર્જાયો હતો.

ગટર રીપેરીંગનું કામ ચાલતું હતું
મળતી માહિતી મુજબ સોસાયટીની દિવાલ ઘણી જૂની હતી. ઓજાર લગાવ્યા બાદ દિવાલ કામદારો પર પડી હતી. હાલમાં જેસીબીથી કાટમાળ હટાવવામાં આવ્યો છે. દુર્ઘટના અંગે ડીએમ સુહાસ એલવાયનું કહેવું છે કે ગટરના રિપેરિંગનું કામ ચાલી રહ્યું હતું. નોઈડા ઓથોરિટીએ આ માટે કોન્ટ્રાક્ટ આપ્યો હતો. કામદારો કામ કરતા હતા. દિવાલ પરથી ઈંટ હટાવવામાં આવી રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો. આ મામલે ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવશે.

યુપીનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શોક વ્યક્ત કર્યો
અકસ્માત અંગે નોઈડા ઓથોરિટીના સીઈઓ રિતુ મહેશ્વરીનું કહેવું છે કે કોઈના દટાયા હોવાની કોઈ માહિતી નથી. અકસ્માત કેમ થયો તેની તપાસ કરવામાં આવશે. અકસ્માત પર યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું ટ્વીટ પણ આવ્યું છે. દિવાલ પડવાના અકસ્માતને કારણે થયેલા જાનહાનિ પર તેમણે શોક વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રીએ વરિષ્ઠ અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે જઈને યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કાર્ય હાથ ધરવા અને ઈજાગ્રસ્તોની સારવાર માટે યોગ્ય વ્યવસ્થા કરવા નિર્દેશ આપ્યો છે.

Most Popular

To Top