Business

શું તમારો plan B તૈયાર છે ? જો જવાબ હા હશે તો સફળ થશો

જયારે કંપનીમાં બધું બરાબર ચાલતું હોય અને કંપની બે/ત્રણ વર્ષથી 10- 15%નો ગ્રોથ કરતી હોય છે ત્યારે કેટલીક વખત  આંત્રપ્રેન્યોર  ડબલ કે ટ્રિપલ ગ્રોથનું પ્લાનિંગ કરવા માંડે  છે. કંપની ગ્રોથ કરતી હોય ત્યારે માણસોનું પરફોર્મન્સ અને માર્કેટ બંને પરફેક્ટ સ્ટેબલ હોય છે. માર્કેટ પણ ગ્રોથ અપાવનારું હોય છે. આવા સમયે જ કંપનીઓ ડબલ ગ્રોથના ખોટા સ્ટેપ લેતી હોય છે.  ઘણા આંત્રપ્રેન્યોર 100 કરોડના લક્ષ્યાંક સુધી પહોંચી શકતા હોય છે અને સ્વાભાવિક છે કે આ વખતે તેઓ ટાટા, અંબાણી બનવાનાં સપનાં જોવા માંડતા હોય  છે. જયારે કંપની  ગ્રોથ કરતી હોય ત્યારે જ મોટે ભાગે  ખોટા સ્ટેપ લેવાઈ જતા હોય છે.

જયારે કંપનીમાં બધું બરાબર ચાલતું હોય ત્યારે પ્રમોટર નીચે મુજબની ભૂલ કરે છે.

1.  વધુ પડતું બિઝનેસ એક્સપાન્શન.

2 . પોતાની એક્સપર્ટીઝ ન હોય તેવા બિઝનેસમાં ઝંપલાવવું.

3  કંપનીમાં સીનિયર લેવલ માણસોની વધુ પડતી રિક્રુટમેન્ટ કરી લેવી.

4   ટોપ કન્સલ્ટન્સી ફર્મ બહુ ખર્ચ આપી અપોઈન્ટ કરવી.

5.  વધુ પડતા ડિવિઝન ખોલવા.

    આ પાંચ મુદ્દાઓને કારણે કંપનીઓના ખર્ચામાં જબરજસ્ત વધારો થાય છે. આંત્રપ્રેન્યોર જયારે ઉપર મુજબના નિર્ણયો લે ત્યારે તેઓ અતિ આત્મવિશ્વાસમાં હોય છે. ઘણી વખત બીજા પ્રમોટરની દેખાદેખીમાં પણ  બિઝનેસ એકસપાન્શનનો ડબલ ગ્રોથવાળો પ્લાન અમલમાં મૂકી દે છે પરંતુ નીચેની આ ચાર બાબતોમાંથી એક પણ ડગી જાય ત્યારે તેઓનાં સપનાં ચકનાચૂર થઇ જાય છે.

1. અચાનક નવા માણસોની નિમણૂક કરી હોય અને તે રાજીનામું આપી દે.

2.  માર્કેટમાં અચાનક જ મોટો ફેરફાર થાય.

3. કંપનીની પ્રોડક્ટ્સની ગુણવત્તામાં કોઈ મોટો ફેરફાર આવે અને અચાનક જ મહત્ત્વના કસ્ટમર કંપનીથી દૂર થઇ જાય.

4 . કૉમ્પિટિશનમાં અણધાર્યો ફેરફાર થાય અને તમારી પ્રોડક્ટ્સની પ્રાઇસ ઓછી કરવી પડે.

આવી પરિસ્થિતિમાં કંપનીના માલિકોએ શું કરવું ?

તાજેતરમાં ભારતની અગ્રગણ્ય ફાર્મા કંપની, વૈશાલી ફાર્મા  લિમિટેડના MD અતુલભાઈ વસાણીએ બિઝનેસ સસ્ટેનિબિલિટીના પાઠ ભણાવતાં કહ્યું કે બિઝનેસ કરવો હંમેશાં ગણતરીપૂર્વકનું જોખમ છે. જો તમે સહેજ પણ ગફલતમાં  રહ્યા તો ક્યારે ખીણમાં પડી જશો તે નક્કી નથી. જ્યારે પણ જોખમ ઉઠાવવાની વાત આવે ત્યારે હંમેશાં બે બાબતનું ધ્યાન રાખવાનું

જયારે પણ એક્સપાન્શન કરવાની વાત આવે ત્યારે બધા જ પ્રકારના ઓપશન્સને ધ્યાનમાં રાખવા પ્લાન B  હંમેશા તૈયાર રાખવો. જો કોઈ સંજોગોમાં તમે નક્કી કરેલા પ્લાનમાં કંઈક  ગરબડ થાય તો બીજો ઓપ્શન તૈયાર હોવો જોઈએ. અતુલભાઈએ વધુમાં  કહ્યું કે જયારે બિઝનેસ લીડર કંપની છોડી જાય છે ત્યારે કંપનીને સૌથી વધુ નુકસાન થતું હોય છે. જો આ વખતે કંપની જોડે પ્લાન B  હોય તો કંપની આવા અચાનક આવતા શોકથી બચી શકે છે. કહેવાનો મતલબ છે કે જયારે પણ તમે બિઝનેસ એક્સપાન્શનનું પ્લાનિંગ કરો ત્યારે રિસ્ક તો રહેવાનું જ છે, પરંતુ જો તમારી જોડે બીજું કઈ ઓપ્શન હશે તો તમે અને તમારી કંપની આવનારા વિપરીત સમયથી બચી શકશે.  સાહસ કરવું એ યોગ્ય છે પરંતુ ગાંડું સાહસ ન થાય. ગણતરીપૂર્વકનું જોખમ જ તમને હંમેશાં સફળતા અપાવી શકશે.

Most Popular

To Top