વડોદરા મહાનગરપાલિકા તંત્ર દ્વારા શહેરમાં વિકાસના ખોટા અને ઉંધા ચશ્માં જનતાને પહેરાવી રહી છે એક તરફ શહેરની જનતા પ્રાથમિક સુવિધાઓ જેમાં પીવાના પાણી, સ્વચ્છતા, રખડતાં પશુમુક્ત રોડ, ડ્રેનેજ જેવી સુવિધાઓથી વંચિત છે અને બીજી તરફ શહેરના લાલબાગબ્રિજ પર આર્ટિફિશિયલ ફૂલો લગાડવા પાછળ ખર્ચાઓ કરી રહી છે ખાસ કરીને ઉનાળાની શરુઆતમાં જ શહેરની વેરો ભરતી જનતા પાણી માટે હેરાનપરેશાન છે જે તે વિસ્તારના જનતાના સેવકો ,ધારાસભ્યો જનતાના પીવાના પાણી ના પ્રશ્નો મુદ્દે મૌન છે ફોન સુધ્ધાં ઉપાડતા નથી અને વિકાસની મોટી મોટી વાતોના બણગાં ફૂંકી જનતાને મૂર્ખ સમઝી રહ્યાં છે.હાલમાં લોકસભાની ચૂંટણી ને લ ઇ ધારાસભ્યો પોતાના વિધાનસભા મત વિસ્તારમાં નિકળી રહ્યાં છે પરંતુ જ્યારે જનતા પાણી મુદ્દે વાત કરે ત્યારે તે મુદાને ટાળી દ ઇ સરકારના આયુષ્યમાન ભારત કાર્ડ, આવાસના લાભો, મફત રાશન ના સ્કિમો થકી વિકાસની વાતો કરવામાં આવી રહી છે ખરેખર જનતાને જે પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી જોઇએ તેમાં સરકાર તથા સ્થાનિક પાલિકા તંત્ર નિષ્ફળ રહ્યું છે અને હવે જનતાને ચૂંટણી સમયે મુખ્ય મુદાથી ભટકાવી વિકાસના કાલ્પનિક દ્રશ્યો બતાવવા ધારાસભ્યો નિકળ્યા છે. હકીકત તો એ છે કે, જે પાલિકા તંત્ર વેરો ઉઘરાવવામાં આગળ છે તે તંત્ર જનતાને રખડતાં પશુ મુક્ત રોડ આપવામાં, પીવાના પાણી જેવી સુવિધાઓ આપવામાં, ડ્રેનેજ તથા સ્વચ્છતાની બાબતમાં નિષ્ફળ રહ્યું છે અને ચૂંટણી આવતા નેતાઓ લોકોને મફત રાશન, આયુષ્યમાન ભારત કાર્ડ, ફ્લાયઓવર બ્રિજ અને રોડ શહેરમાં ડેકોરેશન તથા લાઇટીંગને વડોદરાનો વિકાસ બાતાવી જનતાને ઉંધા ચશ્માં પહેરાવવા નિકળી પડ્યા છે. જ્યાં જનતાને પીવાના પાણીની તાતી જરૂર છે તેવામાં કોન્ટ્રાક્ટર વેલજી રત્ન સોરઠીયાને છાવરી રહી છે જનતાની વેરાની આવકની અધધ કમાણીને શહેરના ફ્લાયઓવર બ્રિજ પર આર્ટિફિશિયલ ફૂલો લગાડવા પાછળ એટલે કે દેખાડા પાછળ ફાલતુ ખર્ચો કરી રહી છે. એક તરફ વેરો ભરતી શહેરની જનતા પાણી માટે ઝઝૂમી રહી છે બીજી તરફ વિકાસના નામે વોટ માંગતા નેતાઓના પેટનું પાણી નથી હાલી રહ્યું. જનતા પણ હવે જાગૃત થઇ ગઇ છે માટે જ બે ટર્મના સાંસદને લોકસભાની ચૂંટણીમાં બદલવા પડ્યા છે અને હવે જનતાએ પાણી નહીં તો વોટ પણ નહીં આંદોલન શરૂ કરી દીધું છે. હવે ફાલતુ વિકાસના દેખાડા જનતા નહીં ચલાવે હવે જનતાની જરૂરિયાત સમઝવી પડશે.
પાલિકાદ્વારા લાલબાગ બ્રિજપર આર્ટિફિશિયલ ફૂલો લગાવી ખર્ચ કરવામાં આવ્યો,ત્યારે બીજી તરફ વેરો ભરતી શહેરની જનતા પ્રાથમિક સુવિધાઓ માટે વલખા મારવા મજબૂર
By
Posted on