Vadodara

ડાકોરમાં તુટેલી ગટરોથી નગરજનો-યાત્રાળુ ત્રાહિમામ

ડાકોર, તા.8
ડાકોરમાં ખુલ્લી અને જર્જરીત ગટર જીવલેણ બને તેવો ભય ઉભો થયો છે. દેશ – વિદેશથી આવતા યાત્રાળુઓને આ ગટર પાસેથી પસાર થવું મુશ્કેલ બની ગયું છે.
ડાકોર નગરપાલિકા દ્વારા પ્રિમોન્સુન કામગીરી અંતર્ગત બોડાણા સર્કલ પાસે પાણી જવા માટે ખોદી નાખેલા ગટરોના ઢાંકણા બોડાણા સર્કલ થી ગણેશ સિનેમા સુધી ગટરોના કારણે આખા રસ્તા પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાય છે. ખુલ્લી ગટરમાં ઘણા બધા વાહનો ઉતરી ગયેલ છે તેમના વાહનોને પણ નુકશાન પહોંચ્યું છે. ખુલ્લી ગટરવાળા રસ્તા પરથી નાના બાળકો શાળામાં અભ્યાસ અર્થે અવરજવર કરે છે. જેથી આવા નાના બાળકો માટે પણ ખુલ્લી ગટરોને કારણે જોખમી સ્થિતિ બની છે. ડાકોર નગરપાલિકા દ્વારા કરવામાં આવેલા ઠેર ઠેર ખાડાઓ હજુ યથાવત છે. ચોમાસુ વિતી જવા છતાં ખાડાઓનુ સમારકામ કરવામાં આવ્યું નથી. આ ખુલ્લી ગટરોના કારણે બોડાણા સર્કલ પાસે જ પીવાના પાણીના જોડાણની પાઇપ મિક્સ થવાથી ઘેર ઘેર પાણી રોગ ચાળાને આમંત્રણ આપી રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ ખુલ્લી ગટરોના કારણે ડાકોર નગરપાલિકાના વોર્ડ નંબર 7ના માજી કાઉન્સિલરોને ગંદા પાણીમાં આમરણાંત ઉપવાસ પર બેસવાની ફરજ પડી હતી . જોકે ઉપવાસ આંદોલન શરૂ થતાં જ તાત્કાલિક ધોરણે થી પ્રાંત અધિકારીના આદેશથી મામલતદાર એ હાજર થઈ કામગીરી કરાવી પડી હતી.
ડાકોરમાં ચર્ચિત વાતો મુજબ શું દર વખતે ડાકોર નગરજનોને ઉપવાસ પર બેસીને જ અધિકારીઓ જોડે કામ કરાવવું પડશે. હાલ ડાકોર નગરજનો ત્રાહિમામ પોકારી ગયા છે. પ્રાથમિક સુવિધાઓ ન મળવાને કારણે લાખો રૂપિયાનો ટેક્સ ભરવા છતાં નગરજનો લાચારી અનુભવી રહ્યા છે.

Most Popular

To Top