*૧૦૪ વર્ષના મતદાર ઈચ્છાબેન સોમગીર મતદાન કરી અન્ય મતદારો માટે બન્યા પ્રેરણાસ્ત્રોત*
*****
વાઘોડીયાના નિમેટા ખાતે મતદાન મથક પર જઈને ૧૦૪ વર્ષના ઈચ્છાબેન સોમગીરે વાઘોડીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી અને વડોદરા લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણી માટે હરખભેર મતદાન કરીને અન્ય મતદારોને પ્રેરણા પૂરી પાડી છે. મેરેજ થીમ આધારિત મોડેલ મતદાન મથક ખાતે હાજર રહીને પોતાનો અમૂલ્ય મત આપીને ગર્વની અનુભૂતિ કરતા ઈચ્છાબેન સોમગીરે જણાવ્યું હતું કે, જિલ્લા ચૂંટણી તંત્રએ વયસ્ક મતદારો માટે ખૂબ સારી વ્યવસ્થા કરી છે. તેમણે વધુમાં કહ્યું કે, વૃદ્ધાવસ્થાને કારણે મને ચાલવામાં તકલીફ પડે છે, પરંતુ મતદાન માટે મારો આત્મવિશ્વાસ ક્યારેય ડગ્યો નથી. મેં તમામ ચૂંટણીમાં મતદાન કરીને મારી નૈતિક ફરજ અદા કરી છે.
૦૦૦