રાજકોટ: રાજકોટ (Rajkot) શહેરમાં દિવસને દિવસે આપઘાતના (Suicide) કિસ્સા વધી રહ્યા છે. ત્યારે રવિવારના રોજ વધુ એક આપઘાતની ઘટના સામે આવી હતી. જેમાં એક પરપ્રાંતીય યુવકને ટ્રક (Truck) નીચે પડતું મૂકી જીવન ટૂંકાવી દીધું હતું. આ ઘટનાના સીસીટીવી (CCTV) ફૂટેજ સામે આવ્યા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી, તેમજ મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. પરપ્રાંતીય યુવકના પરિવારની હાલ શોધખોળ ચાલી રહી છે.
જાહેરમાં જ ટ્રક નીચે પડતું મૂકી દીધું
રાજકોટ શહેરની ગ્રીનલેન્ડ ચોકડી નજીક એક યુવકે જાહેરમાં જ આપઘાત કર્યો હતો. 30 વર્ષીય પરપ્રાંતીય યુવકે ધીમી ગતિએ ચાલી રહેલા હેવી ટ્રક નીચે અચનાક પડતું મૂકી જીવન ટૂંકાવી દીધું હતું. આ ઘટના જાહેરમાં જ બની હોવાથી લોકો ગભરાઈ ગયા હતા. લોકો કઈ સમજે તે પહેલા જ યુનકે અચાનક જ ટ્રક નીચે પડતું મૂકી દીધું હતું. આ ઘટનાના દિલધડક CCTV ફૂટેજ વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે. માત્ર પાંચ સેકન્ડમાં પોતાની જીદંગી ગૂમાવનાર યુવકની ઓળખ મેળવવા અને પરિવારની શોધખોળ કરવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રો પાસે મળતી માહિતી અ્નુસાર શહેરની ગ્રીનલેન્ડ ચોક નજીક ટ્રકના વ્હીલ નીચે પડતું મૂકી જીવન ટૂંકાવી આપઘાત કરનાર યુવાનનું મોત નિપજ્યું હતું જેની માહિતી બી ડીવીઝન પોલીસને મળી હતી. જેના આધારે PSI ત્રાજીયા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. જ્યાં તપાસમાં ટ્રકના વ્હીલ હેઠળ યુવાને ઝંપલાવી આપઘાત કર્યો હોવાનું CCTV કુટેજના આધારે બહાર આવ્યું હતું. આ ઘટના અંગે વધુ તપાસ કરતા યુવાન પાસેથી મોબાઇલ ફોન મળી આવ્યો હતો. તેમજ યુવકનું નામ નીલમ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. હાલ પોલીસે તેના પરિવારજનોની શોધખોળ કરી તેમજ આપઘાતનું કારણ જાણવા તજવીજ હાથ ધરી છે.
સૂરેન્દ્રનગરમાં ગમખ્વાર અકસ્માત, એક સાથે ત્રણ મિત્રોને કાળ ભળખી ગયો
સુરેન્દ્રનગર: સૂરેન્દ્રનગર-વિરમગામ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ મિત્રોને કાળભળખી ગયો હતો. ઘટના સ્થળે જ ત્રણેય મિત્રોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતાં. પોલીસે ત્રણેય યુવકના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે લખતર હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર સૂરેન્દ્રનગર-વિરમગામ હાઇવે પર લખતરના કડુ ગામ પાસે બંધ ટ્રકની પાછળ બાઈક ઘૂસી જતાં બાઈક પર સવાર ત્રણ યુવકના મોત નિપજ્યાં હતા. આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે લખતરના કડુ ગામના ત્રણ યુવકો પૈકી એક યુવકને તાવ આવતો હોવાથી તેના બે મિત્રો બાઈક પર તેની સારવાર માટે હોસ્પિટલમાં લઇ જઇ રહ્યા હતા. પરંતુ તેમને ક્યાં ખબર હતી કે આગળ મોત ઉભું છે. ગામથી થોડે આગળ જતાં હાઈવે પર ઉભેલી બંધ ટ્રક પાછળ બાઈક ઘૂસી જતાં ત્રણેય મિત્રોના ઘટના સ્થળે જ મોત થયા હતા.