આંતરરાષ્ટ્રીય યોગ દિવસે (International Yoga Day 2021) પીએમ મોદીએ ( pm modi) આજે યોગ કાર્યક્રમને સંબોધિત કર્યો. પીએમ મોદીએ કહ્યું કે જ્યારે કોરોનાના( corona) અદ્રશ્ય વાયરસે ( virus) દુનિયામાં દસ્તક આપી હતી ત્યારે કોઈ પણ દેશ, સાધનોથી, સામર્થ્યથી અને માનસિક અવસ્થાથી તે માટે તૈયાર નહતો. આપણે બધાએ જોયું કે આવા કપરા સમયમાં યોગ આત્મબળનું એક મોટું માધ્યમ બન્યો. યોગે લોકોને ભરોસો આપ્યો કે આપણે આ બીમારી સામે લડી શકીએ છીએ. પીએમ મોદીએ કહ્યું કે બધાને સાથે લઈને ચાલનારી માનવતાની આ યાત્રાને આપણે આ રીતે જ સતત આગળ વધારવાની છે. કોઈ પણ સ્થાન હોય, કોઈ પણ પરિસ્થિતિ હોય, કોઈ પણ આયુ હોય, દરેક માટે યોગની પાસે કોઈને કોઈ સમાધાન જરૂર છે.
સાતમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ સ્વાસ્થ્ય મંત્ર આપ્યો છે. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ જણાવ્યું કે યોગ પાસે દરેક સમસ્યાનું સમાધાન છે. સાથે જ કોરોનાકાળમાં યોગનું મહત્વ વધ્યુ છે. યોગ ટ્રેસથી સ્ટ્રેંથ સુધી લઈ જાય છે. નેગેટિવિટીથી ક્રિએટિવીટી સુધી લઈ જાય છે અને યોગથી ઈચ્છાશક્તિ મજબુત થાય છે તેમ જણાવ્યુ હતું.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર પ્રધાનમંત્રીએ જણાવ્યુ કે યુએન અને WHO સાથે મળીને યોગના વિસ્તારમાં નવુ પગલુ ભરવા જઈ રહ્યું છે. જેમાં એક એમ યોગા એપ વિકસાવવામાં આવી છે. જે એપમાં યોગના અલગ અલગ આસન અલગ અલગ ભાષાઓમાં ઉપલબ્ધ હશે.
કોરોના સામેની લડતમાં સુરક્ષા કવચ બન્યો યોગ
જ્યારે ફ્રન્ટલાઈન વોરિયર્સ સાથે, ડોક્ટરો સાથે વાત કરું છું તો તેઓ મને જણાવે છે કે કોરોના વિરુદ્ધની લડતમાં તેમણે યોગને જ પોતાનું સુરક્ષા કવચ બનાવ્યું છે. ડોક્ટરોએ યોગથી પોતાને પણ મજબૂત કર્યા અને પોતાના દર્દીઓને ઝડપથી સ્વસ્થ કરવામાં પણ તેનો ઉપયોગ કર્યો અને આજે હોસ્પિટલોમાંથી એવી તસવીરો આવે છે કે જ્યાં ડોક્ટરો, નર્સ, દર્દીને યોગ શીખવાડી રહ્યા છે. ક્યાંક દર્દી પોતાના અનુભવ શેર કરી રહ્યા છે. પ્રાણાયામ, અનુલોમ-વિલોમ બ્રિધિંગ એક્સર્સાઈઝથી આપણી રેસ્પિરેટરી સિસ્ટમને કેટલી તાકાત મળે છે તે પણ દુનિયાના તજજ્ઞો પોતે જણાવી રહ્યા છે.