Sports

ભારતીય મહિલા વર્લ્ડકપ ટીમની થઈ જાહેરાત: આ ફાસ્ટ બોલરને મળ્યું પ્રથમ વખત સ્થાન

નવી દિલ્હી(New Delhi): ભારતીય  ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એ ICC મહિલા વર્લ્ડ કપ 2022 માટે તૈયાર થયેલ ટીમની જાહેરાત કરી છે. મહિલા ક્રિકેટ ભારતમાં લોકપ્રિય થઈ રહ્યું છે. સ્ટાર બેટ્સમેન જેમિમાહ રોડરીગ્સને આઈસીસી (ICC) વન ડે વિશ્વ કપ (World Cup) માટે ગુરુવારે (Thursday) જાહેર કરાયેલી 15 સભ્યોની ભારતીય મહિલા ક્રિકેટમાંથી (Cricket) બહાર રાખવામાં આવી હતી, આ ટુર્નામેન્ટ ન્યૂઝીલેન્ડમાં (New Zealand) 4 માર્ચથી 3 એપ્રિલ સુધી રમાશે.

  • ICC મહિલા વર્લ્ડ કપ 2022 માટે ટીમ જાહેર
  • પ્રથમ મેચ પાકિસ્તાન સામે
  • એકતાને વર્લ્ડ કપની ટીમમાં સ્ટેન્ડબાય પ્લેયર તરીકે રાખવામાં આવી
  • ફાસ્ટ બોલર રેણુકા સિંહ ઠાકુરને પ્રથમ વખત વર્લ્ડ કપની ટીમમાં જગ્યા મળી

પીઢ મિતાલી રાજ (Mitali Raj) ટીમનું નેતૃત્વ કરશે જ્યારે હરમનપ્રીત કૌર વાઈસ કેપ્ટન રહેશે. 39 વર્ષીય મિતાલીએ જાહેર કર્યું હતું કે તે આ મોટી ટુર્નામેન્ટ બાદ પોતાની નિવૃત્તિની યોજના જણાવશે. ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમ ગયા વિશ્વ કપમાં ઉપ-વિજેતા રહી હતી. જેમ કે અપેક્ષા હતી ટીમમાં પીઢ સ્મૃતિ મંધાના, દીપ્તી શર્મા, ઝુલણ ગોસ્વામી અને યુવા શેફાલી વર્માને સામેલ કરાયાં હતાં. જો કે રોડરીગ્સ અને ઓલ-રાઉન્ડર શીખા પાંડેને તેમની ખરાબ ફોર્મના કારણે લેવામાં આવ્યા ન હતાં.

વિશ્વ કપમાં ભારતની પ્રથમ મેચ તેના કટ્ટર હરીફ પાકિસ્તાન સાથે 6 માર્ચના રોજ બે-ઓવલમાં રમાશે. ભારતીય ટીમનો વિશ્વ કપમાં કાર્યક્રમ આ મુજબ છે:
10 માર્ચ ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ
12 માર્ચ વેસ્ટ ઈંડીઝ વિરૂદ્ધ
16 માર્ચ ઈંગ્લેન્ડ વિરૂદ્ધ
19 માર્ચ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ
22 માર્ચ બાંગ્લાદેશ વિરૂદ્ધ
27 માર્ચ દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ

મહિલા વિશ્વ કપ 2022 માટે ભારતીય ક્રિકેટ ટીમ: મિતાલી રાજ (કેપ્ટન), હરમનપ્રીત કૌર (વાઈસ કેપ્ટન), સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, યાસ્તિકા ભાટિયા, દીપ્તી શર્મા, રિચા ઘોષ (વિકેટ કીપર), સ્નેહ રાણા, ઝુલણ ગોસ્વામી, પૂજા વસ્ત્રકાર, મેઘના સિંહ, રેણુકા સિંહ ઠાકુર, તાન્યા ભાટિયા (વિકેટ કીપર), રાજેશ્વરી ગાયકવાડ, પૂનમ યાદવ. સ્ટેન્ડ બાય ખેલાડી: સબ્ભીનેની મેઘના, એકતા બિષ્ટ, સિમરન દીલ બહાદુર.

ડાબોડી સ્પિનર એકતા બિષ્ટ, શિખા પાંડે અને અનુભવી જેમિમા રોડ્રિગ્ઝને વર્લ્ડ કપની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. એકતાને વર્લ્ડ કપની ટીમમાં સ્ટેન્ડબાય પ્લેયર તરીકે રાખવામાં આવી છે. ફાસ્ટ બોલર રેણુકા સિંહ ઠાકુરને પ્રથમ વખત વર્લ્ડ કપની ટીમમાં જગ્યા મળી છે. જો કે રેણુકાએ વનડેમાં હજુ ડેબ્યૂ કર્યું નથી. 

Most Popular

To Top