યુપીના ગોંડામાં એક મહિલા પોલીસ કર્મચારી (LADY POLICE CONSTABLE) સાથે બળાત્કારનો એક સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મળતી માહિતી મુજબ પોલીસ વિભાગના કોન્સ્ટેબલે મહિલા પોલીસ કર્મચારીને રૂમ બતાવવા બોલાવી તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો.
ગોંડા: પોલીસ વિભાગમાં તૈનાત અધિકારીઓ અને પોલીસકર્મીઓની પહેલી પ્રાથમિકતા સામાન્ય માણસની અંદર સુરક્ષાની ભાવના ઉત્પન્ન કરવી છે. કાયદો અને વ્યવસ્થા (LAW AND ORDER) જાળવવાની સાથે મહિલાઓની સુરક્ષા (WOMEN PROTECTION) પણ મોટી અગ્રતા છે. પરંતુ જો પોલીસ સલામતી સહિતના અન્ય કાર્યો માટે જવાબદાર પોલીસ કર્મચારીઓ પોતેજ કાયદો હાથમાં લે અને મહિલા સાથે અપ્રિય વર્તન કરે તો કાયદાનું શું થશે? ગોંડા પોલીસ વિભાગમાં 2018 બેચના પુરૂષ કોન્સ્ટેબલ પર પોલીસ લાઇનમાં તૈનાત મહિલા કોન્સ્ટેબલ પર બળાત્કાર (RAPE)નો આરોપ છે.
રૂમ બતાવવાના બહાને મહિલા સૈનિક પર બળાત્કાર
10 જાન્યુઆરીએ કોન્સ્ટેબલ અંકિત રાયે મહિલા કોન્સ્ટેબલને ફોન કરીને તેના ઘરે રૂમ બતાવવા બોલાવી હતી, ત્યારબાદ તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. પીડિતા (VICTIM)એ ન્યાય માટે પોલીસ અધિક્ષક સહિત આઈજીઆરએસને ફરિયાદ કરી છે. બીજી તરફ સમગ્ર મામલાની ગંભીરતા બતાવી પોલીસ મથક (POLICE STATION)માં આરોપી કોન્સ્ટેબલ વિરુદ્ધ બળાત્કાર સહિતના ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મુખ્યમંત્રીને પણ કરાય ફરિયાદ
ગોંડાની પોલીસ લાઇનમાં પોસ્ટ કરાયેલ 2019 બેચના મહિલા કોન્સ્ટેબલ 2018 બેચના પુરુષ કોન્સ્ટેબલ પર બળાત્કાર ગુજારવાનો આરોપ લગાવ્યો છે. પીડિત મહિલા કોન્સ્ટેબલ કહે છે કે “10 જાન્યુઆરીના રોજ કોન્સ્ટેબલ અંકિત રાયે ફોન પર રૂમ બતાવવા ઘરે બોલાવી હતી અને તેને ઘરે લઈ જઇને બળજબરીપૂર્વક બળાત્કાર ગુજાર્યો હતો. હું પહેલા ડરી ગઈ હતી , પછીથી મારા પરિવારને આ સમગ્ર મામલે માહિતગાર કર્યા અને મેં આ અંગે મુખ્ય પ્રધાન (CHIEF MINISTER)અને આઈજીઆરએસને પોલીસ અધિક્ષક થાકી ફરિયાદ કરી છે.” અમે ઇચ્છીએ છીએ કે અમને ન્યાય મળે.
ઉલ્લેખનીય છે કે જયારે એક મહિલા પોલીસ કર્મી ઉપર જ આ પ્રકારના અત્યાચાર મામલે ફરિયાદ થતી હોય ત્યારે સામાન્ય લોકોને પોલીસ પરથી ભરોષો ઉઠી જાય છે. જો કે પીડીતાએ ફરિયાદ બાદ પોતાને ન્યાય મળે તેવી અપેક્ષા વ્યક્ત કરી છે. ત્યાંરે હાલ સમગ્ર મામલે, ઉચ્ચપોલીસ અધિક્ષક મહેન્દ્ર કુમાર કહે છે કે પોલીસ લાઇનમાં તૈનાત એક મહિલા કોન્સ્ટેબલ બીજા પુરુષ કોન્સ્ટેબલ પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો, જે ફરિયાદ મળી છે. ફરિયાદના આધારે મહિલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.