હાલમાં દેશભરમાં હિજાબ વિવાદ પછી સૌથી ચર્ચામાં કશ્મીરની પૃષ્કભૂમી ઉપર બનેલી કશ્મીર ફાઈલ્સ ફિલ્મ છે. જેમાં ભૂતકાળમાં કશ્મીરી પંડીતોને જે રીતે નિશાન બનાવી અત્યાચારો ગુજારી કશ્મીરમાંથી હાંકી ભગાવાયેલા તેની દર્દનાક કથા છે. ગુજ. મિત્રની 20/3ની પૂર્તિમાં મોટાભાગના લેખકોએ જેતે બાબત લખ્યુ છે. આ ફિલ્મ એવા સમયે આવી છે કે ગુજરાત જેવા મોદીના હોમગ્રાઉન્ડ જેવા રાજ્યમાં ચૂંટણી સામે છે. તેથી ભાજપ અને સંઘ પરિવાર વધુમા વધુ ગુજરાતીઓને આ ફિલ્મ બતાવી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને ક્લીન બોલ્ડ કરવા માંગે છે. વિજળી-પાણી-મોંઘવારી-ભ્રષ્ટાચાર બધુ પ્રજાને ભુલાવી જોજો અમને વાટ આપજો નહીં તો તમારાયે આજ હાલ થશે. એવું આ લોકો પ્રજાને ઠસાવવા માંગે છે. દેશની એકતા માટે ખતરનાક રમત છે. આ રીતે દરેક પ્રજા પોતાના ભૂતકાળના ઘાખોતરતી રહે તો દેશ કદી સુખી ન થઇ શકે.
આ લખનારે કશ્મીરના 1000 વર્ષના ઇતિહાસનો ઉંડો અભ્યાસ કર્યો છે અને મોદીજી-2014માં પ્રધાનમંત્રી બન્યા ત્યારે પ્રથમ પત્ર મોદીજીને લખી વતન વછોયા કશ્મીરી પંડીતોના પુનર્વસનની માંગ કરેલ છે જે બાબત આજ સુધી કોઇ પ્રતિભાવ મોદીજીએ આપેલ નથી. મોદીજીને અને સંઘ પરિવારને પ્રજાના દૂઝતા ઘા લુછી મલમમટ્ટી કરવામા કોઇ રસ નથી. તેને બદલે પ્રજા લોહી લુહાણ થતી રહે તો જ પોતાનું ઢોંગી રાજ અખંડ રહે અને કોંગ્રેસ જેવા પક્ષો સાફ થઇ જાય તેમાં જ એમને રસ છે. જે પ્રજા પોતાનો લોહીયાળ ભૂતકાળ ભૂલી કામ કરે છે તેજ પ્રગતિ કરી શકે છે. બીજા વિશ્વ યુધ્ધમાં ખત્મ થઇ ગયેલા જાપાને કેવી પ્રગતિ કરી છે એ જુઓ અને દેશના લોહીયાળ પ્રકરણો ભૂલી આગળ વધે તો સુખી થશો.
સુરત – જિતેન્દ્ર પાનવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.